ટેફેન પીઆર કાઉન્સીલ ઈન્ડિયા દ્વારા ચાણકય પુરસ્કારથી સન્માનીત કરાયુ

578

સંખ્યાના આધાર પર દુનિયાથી ત્રીજી સૌથી મોટી ટ્રેકટર નિર્માતા કંપની, ટેફે (ટ્રેક્ટર્સ એન્ડ ફાર્મ ઈક્વિપમેન્ટ લિમિટેડ) ઘણાં દાયકાથી કૃષિ અને ખેતીના ક્ષેત્રમાં પોતાના કૃષિ અનુસંધાન કેન્દ્ર જેફાર્મ અને તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલ મોબાઈલ એપ જેફાર્મ સર્વિસીઝ દ્વારા કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની સમૃદ્ધિમાં યોગદાન આપી રહ્યું છે.

ટેફેને ૨૦૧૯ના ચાણક્ય એવોર્ડસ એન્ડ ગ્લોબલ કોમ્યુનિકેશન કોન્ક્‌લેવમાં પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (પીઆરસીઆઈ) દ્વારા વ્યવસાય, ઉદ્યોગ અને સમાજ પ્રતિ ઉત્કૃષ્ટ યોગદાન માટે “પીઆરસીઆઈ ચાણક્ય એવોર્ડ ફોર સોશિયલ લીડરશીપ” (સામાજિક પહેલકર્મી)થી સમ્માનિત કરવામાં આવ્યું. સાથે જ ટેફેએ “કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ” માટે પુરસ્કાર-શ્રેણીનો સર્વોચ્ચ પુરસ્કાર “ક્રિસ્ટલ એવોર્ડ” અને પોતાની “ઈંહ્લટ્ઠદ્બિર્ડ્ઢજં પહેલ” માટે ગોલ્ડ એવોર્ડ પણ મેળવ્યો. કોન્ક્‌લેવમાં વિભિન્ન શ્રેણીઓમાં ૧૧ એવોર્ડ પ્રાપ્ત કરી, ટેફે ગ્રુપ ટોચના વિજેતાઓમાં સામેલ રહ્યું આમાંથી કેટલાક એવોર્ડ, વરિષ્ઠ પત્રકાર, સાંસદ અને પદ્મ ભૂષણ એવોર્ડથી સમ્માનિત એચ. કે. દુઆ દ્વારા આપવામાં આવ્યાં.

ખેતી સિવાય, ટેફે  શિક્ષણ, મહિલા સશક્તિકરણ, સ્વાસ્થ્ય સેવા, સંરક્ષણ અને સામાજિક કલ્યાણ કાર્ય, વિપત્તિ રાહત અને સમૃદ્ધ ભારતીત સંસ્કૃતિ અને વારસાને વધારવાં માટે ક્ષેત્રમાં સક્રિય સમુદાયનું સમર્થન કરે છે. ટેફે  આ કાર્ય પોતાની વિભિન્ન પહેલના માધ્યમથી કરે છે, જે ટેફેની “કલ્ટિવેટિંગ ધ વર્લ્ડ”ની વિચારધારાથી ખૂબ ગાઢ રીતે જોડાયેલ છે.ં

Previous articleસુમો અધિકારીનું ફરમાનઃ ‘રેસલરોની લકી દાઢી, ટૅટૂ, લાંબા નખ નહીં ચાલે’
Next articleહિન્દુ અને મુસ્લિમ સમુદાયના ૫૦૧ યુગલના સમુહ લગ્ન એકસાથે યોજાશે