વિડીયો કોન્ફરન્સ દ્વારાPM મોદીએ સંગઠન સંવાદ કર્યો

650

પ્રધાનમંત્રી  મોદીએ સંગઠન-સંવાદ કાર્યક્રમ અંતર્ગત વિડીયો કોન્ફરન્સ દ્વારા આજરોજ લાખો કાર્યકરો સાથે સીધો સંવાદ કર્યો હતો. મેરા બુથ – સબસે મજબુત અંગે તેમણે રાષ્ટ્રની વર્તમાન પરીસ્થિતી વિશે પણ વાત કરી હતી. આ કાર્યક્રમમાં સાબરકાંઠા જીલ્લાના અનેક વિસ્તારોમાં યોજાયો હતો. જેમાં હિંમતનગર ના મહાવીરનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલ, સાંસદ દિપસિંહ રાઠોડ, જીલ્લા ઉપપ્રમુખ વિજય પંડ્યા, ધારાસભ્ય , શહેર સંગઠન પ્રમુખ અને પાલીકા પ્રમુખ અનીરૂધ્ધ સોરઠીયા, પૂર્વ પાલીકા પ્રમુખ નિલાબેન પટેલ, તાલુકા સંગઠન પ્રભારી હિતેન્દ્ર પટેલ, શહેર સંગઠન પ્રભારી નિર્ભયસિંહ રાઠોડ, અર્ચના સોની, હંસાબેન પિત્રોડા, શહેર મહામંત્રી દીલીપ પટેલ, પાલીકા કારોબારી અધ્યક્ષ અમૃત પુરોહિત, પાલીકા ઉપપ્રમુખ જયાબેન પટેલ, રીનાબેન ધુવાડ, સાવનભાઈ દેસાઈ, રાકેશભાઈ પટેલ, સહિત અનેક કાર્યકરો હાજર રહયા હતા.

Previous articleહિન્દુ અને મુસ્લિમ સમુદાયના ૫૦૧ યુગલના સમુહ લગ્ન એકસાથે યોજાશે
Next articleબોર્ડ પરીક્ષા : ૭મીથી શરૂ થતી પરીક્ષાની હોલ ટિકિટનું વિતરણ શરૂ