બોર્ડ પરીક્ષા : ૭મીથી શરૂ થતી પરીક્ષાની હોલ ટિકિટનું વિતરણ શરૂ

602

શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય અને વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનો તારીખ ૭મી, માર્ચથી પ્રારંભ થનાર છે. જિલ્લામાંથી ધોરણ-૧૦ અને ૧૨ના ૫૪૮૪૬ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપવાના હોવાથી તેની તૈયારીઓ આરંભી દીધી છે.

બેઠક વ્યવસ્થા માટે ૪૯ કેન્દ્રોમાં ૧૯૩૫ બ્લોક ઉભા કરાશેઃ પરીક્ષાર્થીઓની બેઠકવ્યવસ્થા માટે ૪૯ કેન્દ્રોના ૧૬૬ શૈક્ષણિક બિલ્ડીંગોમાં ૧૯૩૫ બ્લોકનો ઉપયોગ કરવામાં આવનાર છે.

બોર્ડ પરીક્ષાને પગલે શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની હોલ ટિકીટો શાળાઓમાં મોકલી દેવાઇ છે. શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને હોલ ટિકીટ આપવાની કામગીરી કરાઇ રહી છે. બોર્ડ પરીક્ષાને પગલે જિલ્લા શિક્ષણતંત્ર દ્વારા તમામ પ્રકારની કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ પડે નહી તેની પણ તકેદારી રાખવામાં આવે તેનું પણ સંપુર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે.

ધો.૧૦ના દિવ્યાંગ વિદ્યાર્થીઓની સંખ્યાઃ ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષા આપતા ૨૨૯ દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં ૧૭૩ વિદ્યાર્થીઓ અને ૫૬ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે.

શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય અને વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનો તારીખ ૭મી, માર્ચથી પ્રારંભ થનાર છે. જિલ્લામાંથી ધોરણ-૧૦ અને ૧૨ના ૫૪૮૪૬ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપવાના હોવાથી તેની તૈયારીઓ આરંભી દીધી છે.

પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે ૪૯ કેન્દ્રોના ૧૬૬ શૈક્ષણિક બિલ્ડીંગોમાં ૧૯૩૫ બ્લોકનો ઉપયોગ કરવામાં આવનાર છે. બોર્ડ પરીક્ષાને પગલે શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની હોલ ટિકીટો શાળાઓમાં મોકલી દેવાઇ છે. શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને હોલ ટિકીટ આપવાની કામગીરી કરાઇ રહી છે.

બોર્ડ પરીક્ષાને પગલે જિલ્લા શિક્ષણતંત્ર દ્વારા તમામ પ્રકારની કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ પડે નહી તેની પણ તકેદારી રાખવામાં આવે તેનું પણ સંપુર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે. ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષા આપતા ૨૨૯ દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં ૧૭૩ વિદ્યાર્થીઓ અને ૫૬ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે.

Previous articleવિડીયો કોન્ફરન્સ દ્વારાPM મોદીએ સંગઠન સંવાદ કર્યો
Next articleપગારપંચનો લાભ નહિ મળતા મેડિકલ કોલેજના અધ્યાપકો ખફા