ગાંધીનગર જિલ્લાની સરકારી શાળામાં ૨૫૯ ઓરડાની ઘટ

663

નરેન્દ્ર મોદી રાજ્યના પાટનગર ગાંધીનગરને શિક્ષણનું કાશી કહે છે પરંતુ અહીં સરકારી શાળાઓની સ્થિતી બહુ જ કફોડી છે. સરકારી શાળાઓનું શિક્ષણનું સ્તર સતત નીચું ઉતરી રહ્યું છે એટલું જ નહીં,ગાંધીનગર જિલ્લાની મોટાભાગની શાળાઓમાં મળીને કુલ ૨૫૯ ઓરડાની અછત હોવાના કારણે એક જ કલાસ રૂમમાં એક કરતાં પણ વધારે ધોરણના બાળકોને બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે. ગાંધીનગર તાલુકામાં ૮૭, દહેગામમાં ૬૯, માણસા તાલુકામાં ૫૯ જ્યારે કલોલામાં ૪૪ ઓરડાની ઘટ છે.

ગુજરાત સરકાર સરકારી પ્રાથમિક શાળામાં અપાતા શિક્ષણની ગુણવત્તા ઉચ્ચ હોવાના દાવા કરે છે પરંતુ રાજ્યમાં સરકારી શાળાઓમાં આપવામાં આવતાં શિક્ષણની સ્થિતિ તેનાથી એકદમ વિપરીત છે. તે તો આપણે સૌ જાણીએ જ છે. ત્યારે છેલ્લા ઘણા વખતથી શિક્ષણ વિભાગના નિષ્ણાંતો દ્વારા રાજ્યમાં સરકારી શાળાઓમાં અપાતા પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણની ગુણવત્તા સુધરે તે માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

જે અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાઓમાં તેમજ અંતરિયાણ વિસ્તારોમાં ટેન્ટ સ્કૂલ તેમજ નવા કલાસ રૂમ શરૂ કરવામાં આવ્યા છે તેમ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ જાહેરાતો કરીને બતાવવામાં આવે છે. તેમ છતા રાજ્યની ઘણી સરકારી શાળામાં વિદ્યાર્થીઓના પ્રમાણમાં ક્લાસરૂમની સંખ્યા પણ પુરતી નથી.

ગાંધીનગર જિલ્લામાં વર્ષ ૨૦૧૮ની સ્થિતિએ સરકારી પ્રાથમિક શાળાઓમાં કુલ ૨૫૯ ઓરડાની ઘટ હોવાનું સામે આવ્યું છે. જેમાં ગાંધીનગર તાલુકામાં ૮૭, દહેગામ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કુલ મળીને ૬૯, માણસાની શાળામાં ૫૯ જ્યારે કલોલની શાળામાં ૪૪ ઓરડાઓનો અભાવ છે. વિદ્યાર્થીઓની સંખ્યામાં ક્લાસરૂમની ઘટને કારણે એક જ કલાસ રૂમમાં એક કરતાં વધારે ધોરણના બાળકોને બેસાડવાની ફરજ પડી રહી છે.

Previous articleરાજ્યની તમામ સહકારી સંસ્થાઓ રીઝર્વ ફંડમાંથી રુ.૧૦ લાખ દાન/ફાળો આપી શકશે
Next articleST કર્મચારીઓના પ્રશ્નોને લઇને ગાંધીનગરમાં બેઠક યોજાઇ