એસ.ટી.કર્મચારીઓની પડતર માંગણીઓના મામલે આજે ગાંધીનગર ખાતે મંત્રીઓ, નિગમના અધિકારીઓ અને એસ.ટી.યુનિયનના આગેવાનો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં કર્મચારીઓના તમામ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઇ હતી.
આ અંગે એસ.ટી.વર્કસ ફેડરેશનના અગ્રણી જ્યોતિન્દ્ર વ્યાસના જણાવ્યા મુજબ બેઠકમાં સાતમાં પગાર પંચની મુખ્ય માંગણી યુનિયનો દ્વારા રજ કરાઇ હતી. જેમાં ૧-૧-૨૦૧૬થી પગાર પંચ આપવાની માંગણી કરી હતી. નાયબ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને પરિવહનમંત્રી સમક્ષ આ ઉપરાંત ડ્રાઇવર-કંડક્ટરોને ગ્રેડ પે ૧,૯૦૦ આપવાની પણ માંગણી કરાઇ હતી.
તમામ માંગણીઓ મામલે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરીને ચૂંટણી પહેલા આ માંગણીઓ સ્વીકારી લેવાય તેવા પ્રયાસો કરાશે તેવી હૈયાધારણા આ બેઠકમાં યુનિયનના આગેવાનોને અપાઇ હોવાનું જાણવા મળે છે.