અમદાવાદમાં આગામી ૨ થી ૧૬ માર્ચ સુધી અમદાવાદમાં સરઘસ કાઢવા પર પ્રતિબંધને લઇને શહેર કમીશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
દેશમાં ચાલી રહેલી પરિસ્થિતિને લઇને રાજ્યમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યના ૧૬૦૦ કિમીના દરિયા કિનારે પણ કોર્સ્ટ ગાર્ડ તથા નેવીની ટીમોને એલર્ટ કરી દેવમાં આવી છે. શહેર પોલીસ કમીશ્નર એ. કે સિંઘ દ્વારા અમદાવાદ શહેર તરફખી ગુજરાત સરકારને નોટીફીકેશન આપીને ગુજરાત પોલીસ એક્ટ ૩૭(૩) મુજબ જો તારીખ ૦૨-૦૩-૨૦૧૯ના રાત્રીના ૧૨ વાગ્યાથી ૧૬-૦૩-૨૦૧૯ના રાત્રીના ૧૨ વાગ્યા સુધી ચાર કરતા વધારે લોકો નહિ થવા અને કોઇ જાહેર સભા અથવા તો સરઘસ કાઢવા પર પતિબંધ લગાવામાં આવ્યો છે.
મહત્વનું છે, કે આગામી ૪ અને ૫ માર્ચ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે તેમના કાર્યક્રમમાં ફેરફાર થશે કે નહિ તે પણ મહત્વનું છે. અમદાવાદમાં પીએમ મોદીના બે જેટલા કાર્યક્રમ છે. તેમ છતા દેશની પરિસ્થિતિને ધ્યાને રાખીને શહેર પોલીસ કમીશનરે કલમ-૧૪૪ લાગુ કરી દીધી છે.
રાજ્યભરમાં હાઇએલર્ટના પગલે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. શાહપુર, ખાનપુર, કાલુપુર, શહેરકોટડા સહિત સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષામાં કરવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં જીઇઁની ટુકડીઓ જેકેટ અને હથિયારો સાથે તૈનાત કરવામાં આવી છે.