કરજણ પોર પાસે હાઇવે પર અકસ્માત : બે યુવકોનાં મોત

947

વડોદરા નજીક આવેલા કરજણના પોર પાસે હાઇવે રક્તરંજીત બન્યો હતો. અહીં ટેન્ક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે આશાસ્પદ યુવકોનું મોત થયું છે. ઘટના બાદ હાઇવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી, જો કે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ ટ્રાફિક ક્લિયર કરી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે વડોદરા પાસે આવેલા કરજણના પોર પાસે હાઇવે પર ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કારમાં સવાર બે યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ઘટનામાં મૃત્યુ પામેલા બંને યુવકો પાદરાના ચાણસદ ગામના રહીશ હોવાનું સામે આવ્યું છે, સમગ્ર ગામમાં શોક છવાયો છે.

Previous articleATSએ ૬ વર્ષથી ભાગતા નકસલીની ઝડપ્યો, સરકારે રાખ્યું હતું ૧ લાખનું ઇનામ
Next article૧૨૦૦ પેટી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું : ચાલકની અટકાયત કરાઇ