પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો અને તે પછીના તેના વળતા પ્રહારમાં ભારતીય વાયુદળે કરેલી એરસ્ટ્રાઇક બાદ સરહદે તંગદલી ભરી સ્થિતી સર્જાઇ છે. પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઇ કચ્છની રણ અને દરિયાઇ સરહદે આર્મીની તહેનાતી શરૂ કરી દેવાઇ છે.
આ ઉપરાંત દ્વારકા મંદિર આતંકવાદીઓના હીટલિસ્ટમાં હોવાથી મંદિર અને દરિયાની સાથે ઓખાના દરિયામાં પણ સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે આ સાથએ જામનગરની આસપાસના માનવ વસ્તી વગરના ૯ ટાપુ પર વોચ ગોઠવી દેવાઈ છે. પોરબંદરમાં પણ દરિયામાં નજર રાખવા માટે ડ્રોન તહેનાત કરાયું છે.
સોમનાથ મંદિરનું સુરક્ષા પણ એનએસજી કમાન્ડોને સોંપાઈ છે. બનાસકાંઠાના સરહદી વસિતારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી દવાનો પૂરતો જથ્થો સ્ટોક કરી લેવાની સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાત સરકારે એર સ્ટ્રાઇક પછી તરત જ હાઇ લેવલ મિટિંગ બોલાવીને સરહદો અને આંતરિક સલામતી અંગે પરામર્શ કર્યો હતો.
પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો અને તે પછીના તેના વળતા પ્રહારમાં ભારતિય વાયુદળે કરેલી એરસ્ટ્રાઇક બાદ સરહદે તંગદલી ભરી સ્થિતી સર્જાઇ છે. પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઇ કચ્છની રણ અને દરિયાઇ સરહદે આર્મીની તૈનાતી શરૂ કરી દેવાઇ છે. આ તરફ બુધવારે ભારતની હવાઇસીમામાં ઘુસી આવેલ પાકના એફ-૧૬ ફાઇટર વિમાનને તોડી પડાયા બાદ વાયુદળને પણ સાબદું કરી દેવાયું છે. ભુજ અને ભાનાડા એરફોર્સ મથકને કોઇ પણ આપાતકાલિન સ્થિતી સર્જાય તો તેને પહોંચી વળવા સતર્ક રહેવા જણાવી દેવાયું છે.
ભારત પાકિસ્તાન સરહદે આવેલ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના પાકિસ્તાન સરહદને અડીને આવેલા ચતરપુરા, અસારા, ચોથારનેસડા, રાધાનેસડા, માવસરી, રાછેણા, લોદ્રાણી જેવા ગામડાંના લોકો પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો લડવા તેમજ સેનાની મદદ કરવા તત્પર બન્યા છે અને પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઇએ તેમ કહી રહ્યા છે.
ભારતીય વાયુસેનાએ જમ્મુ કાશ્મીરમાં સરહદી વિસ્તારમાં આતંકવાદી વિરોધી કરેલી કાર્યવાહીના પગલે હાલાર સહિત દેશભરના દરિયા કિનારા પર હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દ્વારકા આતંકવાદીઓના હિટલિસ્ટમાં હોવાથી તમામ સુરક્ષા એજન્સીઓ સર્તક થઇ ગઇ છે. દ્વારકાના સમુદ્રમાં મરીન પોલીસ દ્વારા ત્રણ સ્પીડ બોટ દ્વારા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી તમામ બોટો અને માછીમારોને તપાસવામાં આવી રહ્યા છે.
પાકિસ્તાનની સરહદમાં ભારતીય વાયુસેનાની સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સરહદથી નજીકના જામનગરમાં હાઇએલર્ટના પગલે દરિયામાં સંદિગ્ધ બોટની તપાસ ચાલી રહી છે તો કાંઠાળ વિસ્તારોમાં થતી ગતિવિધિ પર દૂરબીનથી બાજ નજર રાખવામાં આવી રહી છે.
જિલ્લાના માનવવસ્તી વગરના ૯ નાના ટાપુ પર મરિન પોલીસની ખાસ ચકાસણી કરવામાં આવી રહી છે.શહેરમાં એસ.ટી.બસ સ્ટેન્ડ,રેલવે સ્ટેશન, ધોરીમાર્ગો પર અવિરત ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
ગીર સોમનાથ જિલ્લામાં દરીયાઈ વિસ્તારમાં મરીન પોલીસ તેમજ સોમનાથ મંદીર સહિતનાં વિસ્તારોમાં સુરક્ષા સઘન બનાવાઇ છે. બુધવારે સોમાનાથમાં એલએનજી પોઈન્ટ ૩ પર ડીવાયએસપી ૧, પીઆઇ ૧, પીએસ આઇ ૧, ૫૦ પોલીસ, ૫૦ જીઆરડી, ૧ ટીમ એસઆરપી અને ધોડાસવાર પોલીસ ૧ જ્યારે દરિયાઈ સુરક્ષા માટે ૫ બોટો અને ૨૦ થી વધુ મરીન પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત દિલ્હીથી એનએસજી કમાન્ડોની ટીમ તહેનાત કરવામાં આવી છે.