હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતી સર્જાઇ છે અને સરહદ પર તંગદીલી જોવા મળી રહી છે ત્યારે અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. તેઓએ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ઝઘડાનો સત્વરે નિકાલ આવશે. વિયેતનામના હનોઇમાં તેઓએ કહ્યું કે આ મામલે અમેરીકા મધ્યસ્થીની ભૂમિકા અદા કરી રહ્યું છે. ટ્રંપે વધુમાં ઉમેર્યું હતું કે, ‘મને લાગે છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેના ઝઘડાને ઉકેલવા માટે અમે મધ્યસ્થીની ભૂમિકામાં છીએ અને અમને સારા સમાચાર મળી રહ્યા છે ત્યારે આશા રાખીએ કે સદીઓથી ચાલી રહેલો આ તણાવ જલ્દી ખતમ થશે’