એક તરફ પાકિસ્તાન શાંતિરાગ આલાપી રહ્યો છે તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરની સરહદ પર પોતાની નાલાયકી ઝળકાવી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા ગુરૂવારે પણ જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં બેફામ ગોળીબાર અને મોર્ટારમારો ચાલુ રહ્યો. જેમાં મનકોટ સેક્ટરમાં એક મહિલા અમીના અખ્તરનું મોત નિપજ્યું છે. જ્યારે કે જાકિર હુસૈન નામનો વ્યક્તિ ઘાયલ થયો. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાને સુંદરબની, મનકોટ, ખારી કરમારા, દેવગાર, કૃષ્ણાઘાટી, નૌશેરા સહિત અનેક સેક્ટરમાં બેફામ બોમ્બમારો અને ગોળીબાર કર્યો. જેની સામે ભારતીય જવાનોએ પણ આક્રમક કાર્યવાહી કરી. ભારતની કાર્યવાહીમાં પાકિસ્તાનને મોટું નુકસાન થયાના અહેવાલ છે.
બુધવારનાં રોજ પણ પાકિસ્તાને અંદાજે ૧૫ જગ્યાઓ પર સંઘર્ષ વિરામનો ઉલ્લંઘન કરીને ગોળીબારી કરી હતી. જેમાં ભારતનાં પાંચ જવાનો પણ ઘાયલ થયાં હતાં. ત્યારે ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની પાંચ ચોકીઓ પણ નષ્ટ થઇ હતી.