અમારી પાસે પાકિસ્તાનનું વિમાન તોડી પાડ્યું તેના પુરાવા છેઃ સેના

529

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતીમાં પાકિસ્તાને ભારતીય વાયુસેનાનાં પાયલટ અભિનંદનને મુક્ત કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાને કહ્યું કે તેઓ શાંતિ ઈચ્છે છે અને તેને ધ્યાનમાં રાખતા ભારતીય પાયલટને મુક્ત કરાઈ રહ્યાં છે. ઈમરાનની જાહેરાત બાદ ભારતની ત્રણેય સેનાઓએ મળીને એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું કે પાકિસ્તાન વારંવાર જુઠ્ઠું બોલી રહ્યું છે. તેને પહેલા બે પાયલટ્‌સને પકડ્‌યા હોવાનો દાવો કર્યો હતો ત્યારબાદ કલાકોમાં જ તેનાં નિવેદન પરથી પલટી મારી ગયું હતું. એર વાઈસ માર્શલ આરજી કે કપૂરે ત્રણેય સેનાની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “૨૭ ફેબ્રુઆરી ૧૦ વાગ્યે ભારતીય રડારમાં પાકિસ્તાની વિમાનોની હલચલ જોઈ હતી. રાજૌરી અને સુંદરબનીમાં આ વિમાનોએ ઘૂસણખોરી કરી હતી. મિગ-૨૧ બાઇસન, સુખોઇ-૩૦ અને મિરાજ-૨૦૦૦ને આ ઘૂસણખોરી રોકવાની જવાબદારી આપી હતી. સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવવાના તેમના પ્રયાસોને નિષ્ફળ કરવામાં આવ્યાં. તેમનું એફ-૧૬ વિમાનને આપણાં મિગ-૨૧ વિમાને તોડી પાડ્‌યું હતું.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleભારત-પાકિસ્તાન વચ્ચેના ઝઘડાનો ટૂંક સમયમાં નિવેડો આવશેઃ ટ્રમ્પ