પાલિતાણા તાલુકાની મેઢા પ્રા.શાળામાં ધો.૮માં અભ્યાસ કરતા વાઘાણી નેન્સીબેન સંજયભાઈ મોભ જાસલબેન ભયલુભાઈ અને પરમાર પ્રદીપભાઈ આણંદભાઈએ એનએમએમએસની પરીક્ષામાં ભાવનગર જિલ્લાના મેરિટમાં સ્થાન મેળવી મેઢા પ્રા.શાળા અને મેઢા ગામનું ગૌરવ વધારેલ છે. જે બદલ એમને શાળા પરિવાર અને ગામ વતી અભિનંદન પાઠવ્યા હતાં.