આઈ.જી. ભાવનગર રેન્જ અશોક યાદવ તથા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ અધિક્ષક મહુવા ડીવીઝન જાડેજાએ વર્તમાન સમયમાં દરિયાઈ સુરક્ષા ઉપર વધુ ધ્યાન આપવા આપેલ સુચના અન્વયે આજરોજ અલંગ અને અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફિશરમેન ગૃપ તથા ગામ વિસ્તારના આગેવાનો સાથે મિટીંગનું આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ ગામના સરપંચો, આગેવાનો, ફિશરમેન હાજર રહ્યા હતા અને વી.એ.સેંગલ પો.સ.ઈ. અલંગ પોલીસ સ્ટેશન દ્વારા લોકોને સમજ આપવામાં આવેલ કે દરીયામાં શંકાસ્પદ પ્રવૃત્તિ કે અજાણી બોટ ઈસમ જણાય આવે ત્યારે તાત્કાલિક પોલીસને જાણ કરવા આવે. જે બાબતે તમામ માછીમારોએ પોલીસને સહયોગ આપવા ખાત્રી આપેલ છે. તેમજ અલંગ પોલીસ સ્ટેશનના ત્રાપજ ખાતે કોસ્ટલ ચેક પોસ્ટ બનાવવામાં આવેલ છે. જે અન્વયે અલંગ મા જતા આવતા વાહનો અને અજાણ્યા ઈસમોને ચેક કરી શકાય. કોસ્ટલ લેન્ડીંગ પોઈન્ટ પર પુરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે.