આજરોજ સિહોર ખાતે કેશવનગર માં રહેતા વિઠલભાઈ ના પુત્ર કે જેઓએ આર્મી માં ટ્રેનિંગ પૂર્ણ કરી આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
કેશવનગર ખાતે રહેતા સામાન્ય પરિવાર ના વિઠલભાઈ જાતે કોળી કે જેઓ ને ૨ પુત્રો છે જેમાં એક સિહોર ટ્રાફિક બ્રિગેડ માં ફરજ બજાવે છે ત્યારે બીજા પુત્રને દેશ ની રક્ષા કાજે મોકલવાનું નક્કી કરેલ ત્યારે તેમનો પુત્ર રવી કે જેઓ આર્મીમાં સિલેક્ટ થતા પીતા વિઠ્ઠલભાઈ સાથે સાથે કોળી સમાજે ખુશ ખુશાલ થયો હતો ત્યારે ઇન્ડિયન આર્મી માં ટ્રેનિંગ પૂર્ણ કરી આજરોજ સિહોર આવવાના સમાચાર મળતા પિતા વિઠ્ઠલભાઇ તથા કોળી સમાજના આગેવાનો સાથે ડી.જે. સાથે રેસ્ટ હાઉસ ખાતે પહોંચી ગયેલ ત્યારે રવી આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ફુલહાર થી વધાવી દેશ ભક્તિ નાદ ગીતો સાથે દરેક ઝૂમી ઉઠ્યા હતા ત્યારે વિઠ્ઠલભાઈએ જણાવ્યું હતું કે હવેથી મારો પુત્ર પણ મા ભોમ ની રક્ષા કાજે પહુચશે અને દેશ ની સાથે સિહોર સહીત સમાજ નું નામ રોશન કરશે.