ભાવનગર જિલ્લા પંચાયતનું અને ૨૦૧૮,૧૯ના વર્ષનું સુધારેલ અને ૨૦૧૯-૨૦ના વર્ષનું અંદાજપત્ર પાસ કરવા પ્રમુખ વકતુબેન મકવાણાના પ્રમુખ પદે બજેટ બેઠક મળેલ જેમાં પંચાયત સ્વભંડોળની નિયુક્તિ અંદાજીત આવક રૂા.૧૧૮૧.૦૦ લાખ તથા ખુલતી સિલક રૂા.૩૨૨૩૬.૦૦ લાખ મળી કુલ રૂા.૪૪૧૭.૦૦ લાખની સામે રૂા.૧૪૭૦૦૦ લાખના ખર્ચની જોગવાઈઓ કરી વર્ષના અંતે રૂા.૨૯૪૭.૦૦ લાખની પુરાત લક્ષી રજુ ચર્ચા વિચારણાના અંતે બજેટ સર્વાનુમતે પાસ કરી દેવાયુ હતું.
ઉપપ્રમુખ બી.કે. ગોહિલ આ બજેટ બેઠકમાં જિ.વિકાસ અધિ.વરૂણકુમાર બરનવાલ જિલ્લા કારોબારી કમિટી ચેરમેન ભરતભાઈ હડીયા પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ મોરડીયા પૂર્વ પ્રમુખ સંજયસિંહ સરવૈયા, વિરોધપક્ષના નેતા પ્રહલાદસિંહ ગોહિલ (પદુભા)ધારાસભ્યો આર.સી.મકવાણા કેશુભાઈ નાકરાણી પેથાભાઈ આહીર, નિતાબેન રાઠોડ નિર્મળાબેન જાની, હર્ષાબા ગોહિલ બાંધકામ કમિટી ચેરમેન ગૌતમભાઈ ચૌહાણ વિગેરે હાજર રહ્યા હતા.
મલેલી આ બજેટમાં વિકાસના વિવિધ કામો તળેની જોગવાઈઓ કરવામાં આવેલ જેમા સભ્યોને તેના વિસ્તારોમાં વિકાસના કામો માટે રૂા.૨.૫૫ કરોડની જોગવાઈ પ્રા.શિક્ષણ ક્ષેત્રે કુલ રૂા.૫૩.૫ લાખ આરોગ્ય ક્ષેત્રે દવા સહાય બાંધકામ ક્ષેત્રે રૂા.૫.૩૦ લાખ કુદરતી આફતો સારવાર માટે રૂા.૧૭.૧૦ લાભ આમ વિકાસ ક્ષેત્રે તથા સમાજ કલ્યાણ માટે વિવિધ જોગવાઈઓ કરવામાં આવેલ છે. સ્કોલરશીપ સહાય આમ નવી યોજનાઓનો સમાવેશ કરેલ છે. વિકાસ કામો માટે રૂા.૨.૦૦ કરોડની જોગવાઈ. મળેલ બેઠકમાં સંજયસિંહ સરવૈયાએ રૂા.ત્રણ કરોડના ઠરાવ સંબંધે વિગતે ચર્ચા કરેલ તેમના પ્રશ્ના ઉત્તરમાં બી.કે.ગોહિલે કહ્યું કે અગાઉ તમે તમારા સભ્યોને વધુ પૈસા આપેલ તેમ અમે પણ અમારા સભ્યોને વધુ રકમો ફાળવી છે.
શાસકો જિલ્લા પંચાયત વહિવટને પારદર્શક ગણાવે છે તે ખોટી વાહીયાત વાત છે. તેમ ચર્ચામાં ભાગ લેતા ગોવિંદભાઈ મોરડીયાએ જણાવેલ. ૬૦ ટકા વસતિ સમાજના કલ્યાણ માટે રૂા.૪લાખ ફાળવો છો તે વ્યાજબી નથી તેમ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન જણાવ્યું અને પ્રમુખે ક્યુ વધુ માટે વિચારશુ.
સંજયસિંહ સરવૈયાએ બજેટ ચર્ચા કહ્યું કે આ બજેટ ખેડુત વિરોધી છે. ખેડુતોમાટેની જોેગવાઈઓ મુદ્દો વાત કરી શિષ્યવૃત્તિ નિર્ણયને આવકારેલ બજેટ કાગળ ઉપર જ રહી જાય છે. લોકો સુંધી પહોચુ નથી તેની કેટલીક વિગતો આપી, તેમણે બોર્ડની ફેસેલીટી માટેની બાબત જણાવી રાજકીય ટીકા કરી વાત વાતમાં તેમણે એવો આક્રોસ વ્યક્ત કર્યો કે બોર્ડમાં લોક પ્રશ્નોની પુરી ચર્ચા કરવા દયો અહિયા જુનાગઢના કોઈ બાળા નથી આવ્યા સુરજીતસિંહે કેટલાક પ્રશ્નોનાં તંત્ર પાસેથી જવાબો માગ્યા હતા.
વિરોધપક્ષા નેતા પ્રહલાદસિંહ (પદુભા)એ ખેડુતો મુદ્દે ચર્ચા કરતા ખેડુતોને લાભ મળે તેવી જોગવાઈ કરવાની માંગ ઉઠાવી હતી તેમણે ટેકટરની સબસીડી ૭૭૪ ખેડુતોનો કેસોના મંજુર કર્યાનો મુદ્દો ઉઠાવી, આ બેઠકમાં ડેરી ઉદ્યોગ અંગે પણ ચર્ચા થઈ આમ શાસક અને વિપક્ષના સભ્યોએ ગ્રામ્ય વિસ્તારોના સવાલોની ચર્ચા કરી હાલ બજેટ બેઠક પ્રારંભે રાષ્ટ્રીયગાન પછી પુલવામાં ૪૦ જવાનો શહિદોને શ્રધ્ધાંજલી આપવા બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પતો શોક ઠરાવ પાસ કર્યો હતો.
સૈનિક ફંડમાં ૨.૫૧ લાખની સહાય
ભાવનગર જિલ્લા પંચાયત બોર્ડ બેઠકમાં પુલવામાં ઘટનામાં શહિદ થયેલા સૈનિકો માટે તા.૨૮ આજની બોર્ડ બેઠકના ૪૦ સભ્યોના ભથ્થાની રકમ સહાય અર્થે આપવા તથા જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી રૂા.બે લાખ ૫૧ હજાર જેવી રકમ સૈનિક ફંડમાં આપવા નિર્ણય થયો હતો આ અંગેની વિગત કારોબારી સમિતિ ચેરમેન ભરતભાઈ હડીયાએ બોર્ડ પછી એકવાત ચીતમાં જણાવી હતી જે માટે વિપક્ષનો સહકાર પણ લેવાયો હતો.