હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા રાષ્ટ્રભક્તિના જાગરણ અર્થે યોજવામાં આવેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સેનામાં અભૂતપૂર્વ શૌર્ય દાખવનારા નામી અનામી સૌ જવામર્દ જવાનોનું આજે થઇ રહેલું સન્માન એ રાષ્ટ્રભિક્તનું શ્રેષ્ઠ પ્રતિક અને પ્રમાણ છે. તેમણે જણાવ્યું કે, જ્ઞાતીવાદ-જાતિવાદથી ઉપર ઉઠી દેશ જ સૌથી પહેલાં અને શ્રેષ્ઠ છે તેવો સંદેશ સમાજમાં જાય તે માટે આ કાર્યક્રમ ઉપયુક્ત બની રહેશે. હિંદુ સંસ્થાનો દેશના નવજાગરણ તથા દેશને જગતજનની બનાવવા માટે જે પ્રયાસ કરી રહ્યા છે તેની સરાહના કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દેશની ચેતનાને જાગૃત કરતાં આવા કાર્યક્રમ દ્વારા વિશ્વમાં દેશની પ્રતિષ્ઠા અને ગૌરવ અદકેરું સ્થાન બનાવશે.
તેમણે જણાવ્યું કે, રાજ્યના નેતૃત્વનું ફરીથી સુકાન સંભાળવા જઇ રહ્યો છું ત્યાર બાદનો અમારા માટેનો પણ આ સૌ પ્રથમ કાર્યક્રમ છે અને તેની શરૂઆત રાષ્ટ્રવાદનાં આવા કાર્યક્રમથી થઇ છે તેનો આનંદ અને ગૌરવ તેમણે વ્યક્ત કર્યો હતો. દેશના સંરક્ષણ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને જણાવ્યું કે, નદી નીર-વૃક્ષને પવિત્ર માનનારી આપણી પરાપૂર્વથી સંસ્કૃતિ રહી છે. આજે વિશ્વમાં પર્યાવરણ અને આબોહવા ક્ષેત્રે જે પઠકારો સર્જાયા છે તેનો સામનો કરવા માટે સમગ્ર વિશ્વ આપણું નેતૃત્વ ઇચ્છી રહ્યું છે.