બોલિવુડની નવી ઉભરતી સ્ટાર સારા અલી ખાનની એક ઇચ્છા પૂર્ણ થવા જઇ રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ઇમ્તિયાજ અલીની આગામી ફિલ્મ માટે બંનેને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આની સાથે જ સારાની કાર્તિક સાથે ફિલ્મ કરવાની ઇચ્છા પૂર્ણ થવા જઇ રહી છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં સારા અલી ખાને કહ્યુ હતુ કે તે અભિનેતા કાર્તિક આર્યનની સાથે ડેટ પર જવા માટે ઇચ્છુક છે. આ ઉપરાંત કરીના કપુરે પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે સારા અને કાર્તિકની જોડી ખુબ સારી લાગશે. હવે કામ કરવાના મોરચે સારા અને કાર્તિક સાથે કામ કરી શકે છે. મિડિયા હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સારા અને કરીના કપુરની ઇચ્છા પૂર્ણ કરવામાં આવનાર છે. ફિલ્મ નિર્દેશકો પૈકી એક ઇમ્તિયાજની નવી ફિલ્મમાં કામ કરનાર છે. કેદારનાથ ફિલ્મમાં કામ કર્યા બાદથી જ સારાની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. કેદરાનાથ બાદ તે સિમ્બા ફિલ્મમાં કામ કરી ચુકી છે. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. સિમ્બાની જોરદાર સફળતા બાદ તેની પાસે કેટલીક નવી ફિલ્મ આવી રહી છે.
બાજી બાજુ કાર્તિક આર્યનને પણ એક પછી એક ફિલ્મ હાથ લાગી રહી છે. ઇમ્તિયાજ હવે રોમાન્ટિક ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. ફિલ્મનુ શુટિંગ ટુંક સમયમાં જ શરૂ કરાશે. લોકેશનના મામલે જાણકાર લોકોનુ કહેવુ છે કે ફિલ્મનુ શુટિંગ પંજાબ અને દિલ્હીમાં કરવામાં આવનાર છે. ફિલ્મમાં બંનેની સાથે રણદીપ હુડા પણ કામ કરનાર છે. ઇમ્તિયાજ અલીની સાથે હાઇવે ફિલ્મમાં રણદીપ હુડા નજરે પડ્યો હતો. સારા હાલમાં બોલિવુડમાં સૌથી મોટી લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી રહી છે. બોલિવુડમાં હાલમાં સારા અલી ખાન, અનન્યા પાન્ડે, જાન્હવી કપુર સૌથી લોકપ્રિય સ્ટાર છે. સ્ટાર કિડ્સની બોલવાલા જોવા મળી રહી છે. યુવા અભિનેતાઓની પણ બોલબાલા છે. જેવા વરૂણ, સિદ્ધાર્થનો સમાવેશ થાય છે.