રાહુલ પહેલા બિન-હિન્દુ તરીકે મંદિરે કેમ ગયા હતા તેનો ખુલાસો કરે : વાઘાણી

711
guj24122017-9.jpg

રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે ત્યારે ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ તેમના પર નિશાન સાધતા કહ્યું છે કે, રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની હારની જવાબદારી લેવા તૈયારી બતાવવી જોઈએ. આ વખતે સોમનાથ મંદિરમાં ગયા ત્યારે તેઓ હિન્દુ તરીકે ગયા હતા. આ પહેલા જ્યારે મંદિરમાં ગયા હતા ત્યારે બિન-હિન્દુ તરીકે મંદિરમાં ગયા હતા. રાહુલ ગાંધીએ આ અંગે જવાબ આપવો જોઈએ.
નોંધનીય છે કે શનિવારે સવારે રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. આ વખતે તેમણે રજીસ્ટરમાં કોઈ નોંધ કરી ન હતી. આ અંગે સોમનાથ ટ્રસ્ટે જણાવ્યું હતું કે, સમયની વ્યસ્તતા હોવાને કારણે રજીસ્ટરમાં કોઈ નોંધ કરવામાં નથી આવી. આ પહેલા રાહુલ જ્યારે  સોમનાથની મુલાકાતે આવ્યા હતા ત્યારે મંદિરના રજીસ્ટરમાં બિન-હિન્દુ તરીકે નોંધણી કરવામાં આવી હતી. જેના કારણે વિવાદ થયો હતો.
જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી જ્યાં જ્યાં જાય છે ત્યાં કોંગ્રેસ હારે છે. ગુજરાતની જનતાએ તેમને નકારી દીધા છે. કેટલાક કોંગ્રેસીઓ ઈવીએમ ઉપર હારનું ઠીકરું ફોડવા માંગે છે. તેઓ ગુજરાતમાં એ યુગ લાવવા માંગે છે જ્યારે બૂથ કેપ્ચરિંગ થતું હતું. તેઓ ગુજરાતને ૧૯૯૫ની સ્થિતિમાં લઈ જવા માંગે છે.
ભાજપ પ્રવક્તા આઈ.કે.જાડેજાએ નિવેદન આપ્યું છે કે, રાહુલ જ્યાં જ્યાં જાય છે ત્યાં કોંગ્રેસ હારે છે અને ભાજપની જીત થાય છે. આ વાત ફરીથી સાબિત થઈ છે. કોંગ્રેસે ભ્રામક પ્રચાર માધ્યમનો ઉપયોગ કર્યો પરંતુ ગુજરાતની જનતાએ કોંગ્રેસને નકારી દીધી છે. ગુજરાતમાં આવીને રાહુલ મંદિરે જતા થયા છે તે સારી વાત છે.

Previous articleઋષિ-મુનીઓ જેટલું જ ત્યાગ – સમર્પણ સેનાનાં જવામર્દ સૈનિકોનું રહેલું છે : મુખ્યમંત્રી રૂપાણી
Next articleચૂંટણીમાં ભલે હાર્યા પણ કોંગ્રેસ પાર્ટી ખરેખર જીતી : રાહુલ ગાંધી