આઈપીએલમાં પર્ફોમન્સથી વર્લ્ડ કપની ટીમ પસંદગી પર અસર પડશે નહીંઃ કોહલી

671

આઈપીએલમાં પ્લેયર્સનું પર્ફોમન્સ વન-ડે ટીમમાં પસંદગી માટે મહત્વનું માનવામાં આવે છે. જોકે કેપ્ટન વિરાટ કોહલીએ આ વાતનો ઇન્કાર કર્યો છે. કોહલીએ કહ્યું હતું કે આઈપીએલમાં ખેલાડીઓનું પ્રદર્શન વર્લ્ડ કપની ટીમ સિલેક્શન પર કોઈ પ્રભાવ પડશે નહીં. કોહલીએ આ પ્રકારની અટકળોને ખોટી ગણાવતા કહ્યું હતું કે આવું કહેવું એક રીતે રેડિકલ એનાલિસિસ છે.

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડે પહેલા કોહલીએ કહ્યું હતું કે હું નથી માનતો કે આઈપીએલની વર્લ્ડ કપ ઉપર કોઈ અસર પડશે. મારું માનવું છે કે આ સંપૂર્ણ રીતે ખોટુ વિશ્લેષણ છે. આપણે વર્લ્ડ કપમાં સોલિડ ટીમની જરુર છે. આઈપીએલમાં જતા પહેલા આપણે વર્લ્ડ કપમાં પોતાની ટીમને લઈને ક્લિયર થવું પડશે. હું નથી માનતો કે કોઈ પ્લેયરના આઈપીએલમાં પર્ફોમન્સના આધારે વર્લ્ડ કપની ટીમ પસંદગીમાં કોઈ ફેરફાર થશે. કેપ્ટને એમ પણ કહ્યું હતું કે જો કોઈ એક-બે પ્લેયર સારું પ્રદર્શન નથી કરી શકતા તો પણ તેમની સંભાવનાઓ પર અસર થશે નહીં.

ઉલ્લેખનીય છે કે એવી ચર્ચા છે કે દિનેશ કાર્તિક કે રિષભ પંતમાંથી કોઈ એક ખેલાડીને વર્લ્ડ કપમાં બીજા વિકેટકિપર તરીકે સ્થાન મળશે. જોકે આ મુદ્દે કોહલીએ કહ્યું હતું કે આઈપીએલની એક સિઝનમાં સારા પ્રદર્શનથી વર્લ્ડ કપમાં કોઈ પ્લેયરની પસંદગીની સંભાવનાઓ ઉપર વધારે અસર પડશે નહીં.

Previous articleક્રિકેટની દુનિયામાંથી પાકિસ્તાનને અલગ પાડી દેવુ જોઈએઃ ચેતન ચૌહાણ
Next articleઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડેમાંથી ધોનીને મળી શકે છે આરામ