રેશનિંગ દુકાનદારોની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ

515

રાજ્યભરના સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાળ પર જશે. બોરીદીઠ કમિશન વધારા સહિતની પડતર માંગણીઓને લઈને તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ કરશે.

તેમજ અનાજ વિતરણ વ્યવસ્થાથી અળગા રહીને તેઓ વિરોધ કરશે. ત્યારે જથ્થાની ઓનલાઈન પેમેન્ટ વ્યવસ્થાની કામગીરી પણ બંધ રહેશે. મળતી માહિતી મુજબ ૧૭ હજારથી વધુ સંચાલકો આ હડતાળમાં જોડાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

મહત્વનું છે કે, અગાઉ ૨૧ અને ૨૨ માર્ચે ગાંધીનગર ખાતે સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ ધરણાં કર્યા હતા. જો કે ધરણાં બાદ પણ પ્રશ્નોનું નિરાકરણ નહી આવતા હડતાળ કરશે.

Previous articleગાંધીનગરમાં થેરાપીઉટીક ટેપિંગનો વર્કશોપ યોજાયો
Next articleરાજ્યમાં ઠંડી વધી, ૧૧ ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર