૧૦થી ૧૫ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ઉત્તર-પૂર્વના ઠંડા પવનથી શહેરમાં તાપમાન ઘટતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ૭ શહેરમાં લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રીની નીચે નોંધાયું હતું. સમગ્ર રાજ્યમાં ૧૧ ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડું શહેર બન્યું હતું. નલિયાનું લઘુતમ તાપમાન ૧૩ નોંધાયું હતું.
બે દિવસમાં ફરી માવઠાંની શક્યતાઃ હવામાન વિભાગ મુજબ ૨ અને ૩ માર્ચે છુંટા છવાયા વાદળોની હાજરી જોવા મળશે. તેમજ ઉત્તર ગુજરાતમાં માવઠું થઈ શકે છે.’પાટનગરમાં ફરીવાર ઠંડીમાં વધારો થયો છે. બુધવારે રાત્રીનું તાપમાન ૧૬ ડિગ્રી નોંધાયુ તેની સામે ગુરુવારે ૪.૫ ડિગ્રી જેવા મોટા ઘટાડા સાથે તાપમાનનો પારો ૧૧.૫ ડિગ્રી પર આવી જતાં જાણે શહેરમાં શિતલહેર છવાઇ ગઇ હતી.
દિવસના તાપમાનમાં જોકે કોઇ મોટો ફેરફાર નોંધાયો નથી. ગુરુવારે દિવસે મહત્તમ ૨૮.૬ ડિગ્રી તાપમાન રહ્યું હતુ. સતત ઠંડીના માહોલને કારણે નગરમાં સ્વાઇન ફ્લૂના કેસ સતત નોંધાતા રહ્યા પછી છેલ્લા બે દિવસથી કેસ સામે આવ્યા નથી. પરંતુ વનવેસરથી ઠંડીનો દોર ચાલુ થશે તો રોગચાળો ફરી માથું ઉંચકી શકે તેમ છે.