ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર) દ્વારા પોતાને મળતા ક્વાર્ટરનો સદુપયોગ અને સમગ્ર તાલુકામાં લોકોને ફાયદો થાય તે હેતુથી આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ આરોગ્ય વિષયક તમામ સેવાઓનું સુપરવિઝન, મોનેટરિંગ અને વહીવટ સરળ બને તે હેતુથી ઘોઘા તાલુકા કક્ષાની તાલીમ હેલ્થ ઓફિસ માટે ખુલ્લું મુકવામાં આવ્યું, હમેશા સારા કર્યો માટે યુવા નેતા તરીકે જાણીતા સંજયસિંહ ગોહિલ દ્વારા જાહેર જીવન લોકોની સેવાનું માધ્યમ છે તે સાબિત કરી બતાવ્યું છે,થોડા સમય પહેલાજ તેઓએ ૨.૫ વર્ષ દરમ્યાન પોતાને મળતા પગાર,ભથ્થા અને પ્રવાસ સહિતની રકમ આંતકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોના પરિવારને આપવાની સંમતિ આપી હતી,ત્યારે બીજું ઉમદા ઉદાહરણ આજે પોતાના ક્વાર્ટર નો હેલ્થ ઓફિસ તરીકે ઉપયોગ કરી સમગ્ર તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા સહેલાયથી લોક સેવા કરી શકાય તે હેતુથી આપવામાં આવ્યું છે, હેલ્થ ઓફીસ નું ઉદ્ઘાટન ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલના હસ્તે કરવામાં આવ્યું,જેનાથી ઘોઘા તાલુકાના બધાજ ગામોના આરોગ્યને લગતા તમામ પ્રસનોનું નિરાકરણ કરવામાં આવશે,સાથે માઁ યોજના અને માઁ વાત્સલ્ય યોજના,હેલ્થ ઇન્સ્યોરન્સ, આયુષ્યમાં કાડ સહિત તબીબી સહાય અને સમાજ કલ્યાણ ની તમામ સહાય નો લાભ સહિતનું કાર્ય થશે,ઉદ્દઘાન્ટન પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ સોનગરા, ટી.પી.ઓ. ડી.કે.ઉપાધ્યાય, ઘોઘા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિનુભાઈ ગોહિલ,કારોબારી સમિતિના ચેરમેન વનરાજસિંહ ગોહિલ, ન્યાયસમિતિના ચેરમેન સોહિલભાઈ મકવા, તાલુકા પંચયત સદસ્ય મુકેશભાઈ ગોહિલ, ડેપ્યુટી તાલુકા વિકાસ અધિકારી દિલાવરસિંહ ઝાલા, ઘોઘાના સરપંચ અંશરભાઈ રાઠોડ, તગડી ના સરપંચ, પરેશભાઈ માંગુકિયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુનિલભાઈ પટેલ,તાલુકા હેલ્થ સુપરવાઈઝર એમ.બી.મંધરા સહિત ઉપસ્થિત રહ્યા હતાં.