દામનગર પો.સ્ટે.ના નિવૃત્ત થતા ASIનો વિદાય સમારોહ યોજાયો

569

દામનગર પોલીસ માં ફરજ બજાવતા  એ એસ આઈ પી એમ કલાવડીયા સ્વૈચ્છિક સેવા નિવૃત થતા ભવ્ય વિદાય માન અપાયું હતું

લાઠી તાલુકા ના શેખપીપરિયા ના સને ૧૯૮૫ માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે દાખલ થઈ ૩૩ વર્ષ જિલ્લા ના અનેકો પોલીસ સ્ટેશન માં ફરજ બજાવી એ એસ આઈ નું પ્રમોશન મેળવ્યું હતું આમ સામાન્ય જનતા થી લઈ દરેક રાજકીય અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ના અગ્રણી સહિત અનેકો ઉચ્ચ અધિકારી સાથે કામ કરી દરેક ના  હદય માં સરસ જગ્યા બનાવી પોલીસ પરિવાર માટે દરેક કાર્ય માં પ્રવીણ સાબિત થયેલ પ્રવીણભાઈ કલાવડીયા એ સ્વૈચ્છિક સેવા નિવૃત થતા સમગ્ર પોલીસ પરિવાર દ્વારા પી એમ કલાવડીયા ને વિદાયમાન પ્રસંગે પી એસ આઈ યશવંતસિંહ ગોહિલ સમગ્ર દામનગર પોલીસ પરિવાર  દરેક રાજકીય સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ના  અગ્રણી ઓ દ્વારા ભવ્ય સન્માન સાથે વિદાય માન અપાયું હતું.

Previous articleપોતાનું કવાર્ટર હેલ્થ ઓફિસ માટે ફાળવતા ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ
Next articleરાજુલા પીપાવાવમાં માતેલાસાંઢની જેમ દોડતા કન્ટેનર પર રોક લગાવો