રાજુલા પીપાવાવની પ્યવેટ કંપનીમાં દોડતા માતેલા સાંઢની જેમ દોડતા કન્ટેનરો ટ્રકોથી વારમવાર થતા એકસીડન્ટથી ત્રાીહમામ થઈ ગયેલ રાજુલાની તેમજ બબરીયવાડના ૪ર ગામોત ેમજ સોમનાથ દ્વારીકા રાજકોટ જામનગર કચ્છ રાજસ્થાનથી ર૪ કલાક મહાકાય કન્ટેનરો ટ્રકો ઉપર રોક લાગવા એક જ ઉપાય કોટેશ્વર બાયપાસ પર અવાર-નવાર એકસીડન્૭ોને રોકવા સર્કલ બનાવવા રાજુલાની સામાજિક સંસ્થાઓ રૂદ્રગણ સંસ્થા, સગારભાઈ સરવૈયા, ચિરાગભાઈ જોષી, મહેન્દ્રભાઈ ધાખડા, જીગ્નેશભાઈ પટેલ માર્કેટયાર્ડ ચેરમેન, જીલુભાઈ બારૈયા તાલુકા પ્રમુખ, અરજણભાઈ વાઘ ઉપપ્રમુખ, બકુલભાઈ વોરા ચેમ્બર પ્રમુખ, ડો. હિતેશભાઈ હડકાયા સહિત આગેવાનોએ ઉપર લેવલે ધારદાર રજુઆત કરી છે.
ભારે વાહનો સામે કાર્યવાહી કયારે ?
રાજુલાના પીપાવાવ પોર્ટમાં અનેક શિપિંગ લાઈનો આવેલી છે જે દરિયાઈ માર્ગેથી આવતી વસ્તુઓ અને દરિયાઈ માર્ગે વસ્તુઓ મોકલવા ભારે ૪૦ અને ૪પ તથા ર૦ના મહાકાય કન્ટેનરો આવક જાવક કરે છે જે કન્ટેનરો બાય રોડ હાઈવે પર પસાર થાય છે. ઉપરાંત પીપાવાવ પોર્ટની અંદર પરિવહન કરે છે. આ તમામ કન્ટેનરો નિયમોનો ઉલાળિયો કરી માતેલા સાંઢની માફક દોડે છે બાઈક રીક્ષા નાના વાહનો સાથે અવાર-નવાર અકસ્માત થતા રહે છે. જેમાં નિર્દોષ જિંદગીઓ હોમાઈ રહી છે તેમ છતાં રાજકીય અને વગના ધોરણે ચાલતા વાહનો પર કાર્યવાહી કરવા તંત્ર ઉણુ ઉતાર્યુ છે. તાકીદે આવા કન્ટેનરો ભારે વાહનો પર તવાઈ આદરવા માંગ ઉઠી છે. અગાવ ૯ જેટલા કન્ટેનરો પકડી તંત્રએ સંતોષ માન્યો હતો બાદમાં તે જ પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે.