બોટાદ રેલ્વે પોલીસની ઉમદા કામગીરી ભુલાયેલો સામાન મુસાફરને પરત કર્યો

777

આજરોજ બોટાદ આર.પી.એફ  પી.આઇ  ર્ત્રીકમ દાસ પડયાં તથા સ્ટાફ દ્વારા મુસાફરને ૬૪.૦૦૦ હજાર રૂપિયા રોકડા સહિત લેપટોપ પરત કરી ઉમદા કામગીરી કરવામાં આવી હતી

રેલવે યાત્રી નિખીલ અશોકભાઈ દોડેજા જે આંબલી થી ભાવનગર સુધી ગાડી નંબર ૧૯૨૦૩ જીએનજી બીવીસીમા યાત્રા દરમિયાન ગાડી સમય ૨૧.૧૫કલાકે આસપાસ વઢવાણ સીટી રેલ્વે સ્ટેશન પોહચી તે મુસાફર પાણી ની બોટલ લેવા નીચે ઉતરતાં પાણી ની બોટલ લઇ ને પરત ફરતાં પોતાની બેદરકારી ના કારણે ટ્રેન ચુકાય ગય હતીં જેના કારણે પોતાનો માલ સામન જેમ કે રૂપિયા રોકડ સહીત લેપટોપ કપડાં જેવી અનેક ચીજો ટ્રેન માં રહી ગયેલ જે બાબતે મુસાફર દ્વારા વઢવાણ રેલ્વે સ્ટેશન ના અધિકારી ને જાણ કરવામાં આવી હતી. રેલ્વે અધિકારી દ્વારા બોટાદ આર.પી.એફ ઓફીસ માં જાણ કરતાં બોટાદ આર.પી.એફ.ના આઇપીએફ  ર્ત્રીકમ દાસ પડયાં તથા ગોવિદભાઇ અસ્પાલ  ભાઇ સહિત સ્ટાફ દ્વારા ગાડી માં અપડાઉન કરતાં રેલ્વે કર્મચારીઓ ને જાણ કરતાં રેલ્વે કર્મચારી બલરામ મીણા દ્વારા સહિત સલામત મુસાફર નું બેગ મળી આવેલ ત્યારે બોટાદ આર.પી.એફ દ્વારા પેસેન્જર ના ડોકયુમેન ચેક કરી બેગ રોકડ રકમ  લેપટોપ પરત કરવામાં આવ્યું હતું.

Previous articleત્રણ ગામો માટે ૧૫ લાખના ખર્ચે પાઈપ લાઈનનું ખાતમુર્હુત
Next articleપ્રોહીબીશનનો ફરાર આરોપી ભાવ.એલસીબીને હાથ લાગ્યો