પ્રોહીબીશનનો ફરાર આરોપી ભાવ.એલસીબીને હાથ લાગ્યો

805

આજરોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં  હતા. તે દરમ્યાન ભાવનગર કાળાનાળા જૈન મંદિર પાસેથી આવતા પો.કો. વિઠ્ઠલભાઇ બારૈયા તથા રાજેન્દ્રસિંહ સરવૈયા ને સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે, વાપી ટાઉન પો.સ્ટે.પ્રોહી  ગુન્હાનાં કામે નાસતો-ફરતો આરોપી અશોકભાઇ રાઘવભાલ ઢીલા રહે. પ્લોટ નં-૭૮ માઘવાનંદ સોસાયટી ભાવનગર વાળો ઉભો છે. જે હકિકત આઘારે મજકુર ઇસમને પકડી લઇ તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન સોપી આપવામાં આવેલ.

Previous articleબોટાદ રેલ્વે પોલીસની ઉમદા કામગીરી ભુલાયેલો સામાન મુસાફરને પરત કર્યો
Next articleઘોઘા તાલુકાનાં ત્રણ બુટલેગરો પાસા તળે જેલ હવાલે કરાયા