ભાવનગર જીલ્લાના પોલીસ અઘિક્ષક જયપાલસિંહ રાઠોડની સુચના અને માર્ગ દર્શન હેઠળ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી પરમાર તથા પો.સ.ઇ. આર.એચ.બાર ને જીલ્લામાં દારૂના કેસમાં પકડાયેલ ઇસમો વિરૂધ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરવા માટે સુચના કરતા જે સુચના આઘારે ઘોઘા પોલીસ સ્ટેશન પો.સ.ઇ.પી.કે.મંડોરા એ વિપુલભાઇ ગભાભાઇ જાંબુચા રહે. કંટાળા તા.ઘોઘા, જયદિપસિંહ રામદેવસિંહ ગોહિલ રહે. નવાગામ તા. ઘોઘા, હરેશ ઉર્ફે ભુરો રવજીભાઇ ચુડાસમા રહે. ચણીયાળા તા.ઘોઘા વાળાની પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ ભાવનગર ને દરખાસ્ત મોકલી આપતા તેઓ એ મજકુર ત્રણેય ની પાસા દરખાસ્તની ચકાસણી કરી પાસા દરખાસ્ત મંજુર કરતા મજકુર ત્રણેય ઇસમોને આજરોજ મોડી રાત્રીના અટકાયત કરી વિપુલભાઇ ગભાભાઇ જાંબુચાને સુરત જેલમાં જયદિપસિંહ રામદેવસિંહ ગોહિલ રાજકોટ જેલમાં, હરેશ ઉર્ફે ભુરો રવજીભાઇ ચુડાસમાને વડોદરા જેલમાં મોકલી આપવા હુકમ કરતા જે હુકમ આઘારે ત્રણેય ઇસમોની અટકાયત કરી જેલ હવાલે મોકલી આપેલ છે. આ કામગરીમાં એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર પો.સ.ઇ. આર.એચ.બાર ઘોઘા પો.સ્ટે.ના પો.સ.ઇ. પી.કે.મંડેરા તથા એલ.સી.બી. સ્ટાફના હે.કો. જીતેન્દ્રસિંહ ઝાલા ,રાજપાલસિંહ સરવૈયા પો.કો. રાજેન્દ્રસિંહ સરવૈયા ,ઇમ્તીયાઝ પઠાણ,ચિંતનભાઇ મકવાણા તથા ઘોઘા પો.સ્ટે. સ્ટાફના માણસો ભગીરથસિંહ ગોહિલ, મહાવિરસિંહ વાઢેર, કૃષ્ણરાજસિંહ ગોહિલ, અજીતભાઇ મોરી, હરેશભાઇ ચૈાહાણ,ગીરીરાજસિંહ જાડેજા કામગરીમાં રોકાયેલ હતા.