સર ટી. હોસ્પિ.માં મહિલાઓની સહાય માટે સખી વન સ્ટોપ સેન્ટરનો પ્રારંભ

836

મહિલાઓને લગતી વિવિધ સમસ્યાઓના નિરાકરણ અને માર્ગદર્શન માટે ભાવનગરની સર. ટી. હોસ્પિટલ ખાતે કેન્દ્ર સરકારની સહાયથી શરૂ કરવામાં આવેલા સખી વન સ્ટોપ સેન્ટરનું ઉદ્યાટન રાજ્યના મહિલા અને બાળકલ્યાણ મંત્રી વિભાવરીબેન દવેના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓ તેમજ વિદ્યાર્થીનીઓને આ કેન્દ્રના ફાયદાઓથી માહિતગાર કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, અહિંથી મહિલાઓના તમામ પ્રશ્નોનું એક જ સ્થળેથી નિરાકરણ તેમજ સમાધાન લાવવામાં આવશે. જેમાં મહિલાઓને કાયદાકિય સહાય, પોલીસ સહાય, સામાજિક સમસ્યામાં પરામર્શન, તબીબી સહાય તેમજ વુમન હેલ્પલાઇન જેવી મફત સરકારી સુવિધાઓ પુરી પાડવામાં આવશે. સખી વન સ્ટોપ સેન્ટર ખાતે કોઇ પણ પિડિત મહિલા ઉપરોક્ત તમામ સહાય તેમજ મદદ નિઃશુલ્ક મેળવી શકશે.  મંત્રીએ ઉપસ્થિત બહેનોને સખી વન સ્ટોપ સેન્ટરનો દુરઉપયોગ ન થાય તે જોવાની પણ સલાહ આપી હતી. કાર્યક્રમ બાદ મંત્રીએ સર. ટી. હોસ્પિટલની મુલાકાત લઇ વિવિધ કામોની સમીક્ષા કરી હતી અને બાકી રહેલા કામોને સત્વરે પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.   સખી વન સ્ટોપ સેન્ટરનું સંચાલન સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. જેમાં પોલીસ અધિકારી, લીગલ અધિકારી, દહેજ પ્રતિબંધક અધિકારી, દ્વારા જરૂરી મદદ તેમજ માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે.

Previous articleઘોઘા તાલુકાનાં ત્રણ બુટલેગરો પાસા તળે જેલ હવાલે કરાયા
Next article૧૦ માર્ચ પલ્સ પોલીયો રસીકરણ કાર્યક્રમ