તા.૧૦-૩-૧૯ના રોજ પલ્સ પોલીયો રસીકરણ કાર્યક્રમ હોય તા.૧૦-૩-૧૯ બુથ પર તથા તા.૧૧,૧૨,૧૩ માર્ચ ૨૦૧૯ના રોજ હાઉસ ટુ હાઉસની કામગીરી કરવાની થતી હોય, ભાવનગર શહેરમાં ૧ થી ૧૩ વોર્ડમાં કુલ-૩૦ ટ્રાન્સીટ ટીમ તથા કુલ ૨૯ મોબાઈલ ટીમ અને ૮૯૬ બુથમાં મેમ્બર ૧૬૯૨ સુપરવાઈઝર કુલ ૧૧૮ તેમજ હાઉસ ટુ હાઉસ ટીમ ૪૪૮ ટોટલ હાઉસ ટુ હાઉસ સભ્યો ૮૯૬ તથા સુપરવાઈઝર ૯૨નું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા કુલ ૧૭ નોડલ ઓફીસરને કામગીરી સોંપવામાં આવેલ છે. આ કેન્દ્રો ઉપર ૦ થી ૫ વર્ષના ભાવનગર કોર્પોરેશન વિસ્તારના અંદાજીત ૧ લાખ ૧૬ હજાર બાળકોને પોલીયો વિરોધી રસીનાં બે ટીપા પીવરાવવામાં આવશે.
તા.૧૦ માર્મચ ૨૦૧૯ રવિવારનાં રોજ પોતાના બાળકને પોલીયો વિરોધી રસીનાં આ વધારાનાં બે ટીપા પીવરાવીને પોતાના બાળકને અપંગ થતા બચાવવા માટે સવારનાં ૮-૦૦ કલાકથી સાંજ સુધીમાં તમારા નજીકનાં વિસ્તારમાં ઉભા કરાયેલ રસીકરણ કેન્દ્ર બુથ જેવા કે આંગણવાડી કેન્દ્રો, હેલ્થ સેન્ટર, સર ટી હોસ્પિટલ, આનંદવાટીકા, હોસ્પિટલ રેડક્રોસ દવાખાના, અપંગ પરિવાર કેન્દ્ર, રોટરી હોલ, બજરંગદાસ બાપા હોસ્પિટલ, રામમંત્ર મંદિર હોસ્પિટલ, શાંતીલાલ શાહ હોસ્પિટલ, પી.એન.આર. ઈમ્યુ, વિભાગ, વેસ્ટર્ન રેલ્વે હોસ્પિટલ, વિટકોસ સીટી બસ સ્ટેશન, બાળકોનાં ડોકટરો તથા ટાઉન હોલ, આઈ.સી.ડી.એસ. ઓફીસ તેમજ નજીકનાં રસીકરણ કેન્દ્રો ઉપર તમારા બાળકોને રાષ્ટ્રીય રસીકરણમાં પોલીયા વિરોધી રસીનાં બે ટીપા પીવરાવવામાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.