ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીની શુક્રવારે જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે જ વિજય રૂપાણી ગુજરાતમાં સતત બીજી ટર્મ મુખ્યમંત્રી તરીકે રહ્યાં હોય તેવા ચોથા મુખ્યમંત્રી બન્યાં છે. આ અગાઉ હિતેન્દ્વ દેસાઇ, માધવસિંહ સોંલકી બાદ નરેન્દ્વ મોદી બીજી ટર્મમાં પણ મુખ્યમંત્રી રહ્યાં છે. ભાજપમાં મોદી પછી એક માત્ર સતત બીજી વખત સી.એમ. તરીકે રીપીટ થનારા વિજય રૂપાણી છે. હિતેન્દ્ર દેસાઇએ કુલ ૨૦૬૨ દિવસ મુખ્યમંત્રી પદે રહ્યાં હતા. તો માધવસીંહ સોંલકી ત્રણ વખત મુખ્યમંત્રી પદે તબક્કાવાર રહીને કુલ ૧૯૬૪ દિવસ સત્તા ભોગવી હતી. જયારે નરેન્દ્વ મોદીએ ૪૬૧૦ દિવસ મુખ્યમંત્રીના સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. તો વિજયભાઇ રૂપાણીએ ૭મી ઓગસ્ટ-૨૦૧૬થી મુખ્યમંત્રી પદ સંભા?ળ્યું હતું. ૫૦૧ દિવસ પછી પણ તેઓ સતત સત્તા પર ચાલુ રહ્યાં છે.