મલાઇકા-અર્જુન હવે એપ્રિલમાં લગ્ન કરશે

628

અર્જુન કપુર અને મલાઇકા અરોરા ખાનના સંબંધોને લઇને ભારે ચર્ચા ચાલી રહી છે. બંને કેટલીક વખત એક સાથે પણ નજરે પડી ચુક્યા છે. અર્જુન કપુર અને મલાઇકા અરોરા ખાન માત્ર ઇવેન્ટ પર જ નહીં બલ્કે સાથે વિદેશમાં પણ ફરવા માટે જઇ ચુક્યા છે. સાથે સાથે ડિનેર ડેટ, મુવી ડેટ્‌સ અને પાર્ટીમાં પણ બંને સાથે નજરે પડી રહ્યા છે. એવી ચર્ચા છેડાઇ ગઇ છે કે આ બંને હવે લગ્ન કરવા જઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી એવા હેવાલ આવી રહ્યા છે કે મલાઇકા અને અર્જુન કપુરે લોખંડવાલાના પોશ વિસ્તારમં એક એપોર્ટમેન્ટની ખરીદી કરી ચુક્યા છે. હાલમાં આ મકાનમાં ઇન્ટેરિયરનુ કામ ચાલી રહ્યુ છે. નવેસરના હેવાલની વાત કરવામાં આવે તો અર્જુન કપુર અને મલાઇકા પોતાના સંબંધોને નવી ઉંચાઇ પર લઇ જવા માટે તૈયાર છે. આના માટે ટુંક સમયમાં લગ્ન કરનાર છે. એપ્રિલ મહિનામાં બંને લગ્ન કરી શકે છે. ખ્રિસ્તી પરંપરા મુજબ બંને લગ્ન કરે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. જો કે બંને તરફથી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. જો કે બંને પ્રેમમાં હોવાના હેવાલ તો સતત આવતા રહ્યા છે. હવે જોવાલાયક બાબત એ છે કે તેમના લગ્નના સમાચાર ક્યારેય સાંભળવા મળે છે. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો અર્જુન કપુરનો કેટલીક ફિલ્મમાં કામ કરી રહ્યો છે.

Previous articleઇશા ગુપ્તા પાસે હાલમાં બે ફિલ્મો
Next articleગોહરને કોઈ નવી ફિલ્મ મળી નથી