મલેશિયાના ટાન કિમ હરે વ્યક્તિગત કારણોથી ભારતના ડબલ્સ બેડમિન્ટન કોચ પદેથી હટવાનો નિર્ણય લીધો છે. હજુ ૪૭ વર્ષના કોચનો ભારતીય બેડમિન્ટન સંઘ (બાઈ)ની સાથે કરાર પૂરો થવામાં દોઢ વર્ષનો સમય બાકી હતો, જે ૨૦૨૦ ટોક્યો ઓલમ્પિક બાદ સમાપ્ત થવાનો હતો.
બાઈ સચિવ (ટૂર્નામેન્ટ) ઉમર રાશિદે કહ્યું, હાં, ટાન કિમ હરે ડબલ્સ બેડમિન્ટન કોચ પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે એક મહિના પહેલા પોતાનું રાજીનામું આપી દીધું હતું. તેમને કોઈ પારિવારિક સમસ્યાઓ હતી.
ટાન કિમ હર આ પહેલા ઈંગ્લેન્ડ, દક્ષિણ કોરિયા અને મલેશિયાને કોચિંગ આપી ચુક્યા છે. તેવી પણ અટકળો ચાલી રહી હતી કે કોઈ અન્ય દેશમાંથી લોભામણી ઓફર મળી શકે છે.
રાશિદે આવી કોઈપણ પ્રકારની અટકળોની સત્યતાથી ઇન્કાર કર્યો છે.
ભારતના ડબલ્સ ખેલાડી ચિરાગ શેટ્ટીએ કહ્યું કે, તે જાપાનની સંચાલન સંસ્થા ’’નિપ્પો બેડમિન્ટન સંઘ’ સાથે જોડાવા તૈયાર છે. તેણે કહ્યું, તે ગઈકાલે ભારતથી રવાના થઈ ગયો અને તે જાપાનની રાષ્ટ્રીય ટીમ સાથે જોડાશે.