વિંગ કમાન્ડર  અભિનંદનને ટીમ ઇન્ડિયાની સલામી : તેમના નામની જર્સી લોન્ચ કરી

721

પાકિસ્તાનને તેના ઘરમાં ઘુસીને માત આપનાર ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન પોતાના વતન પરત ફર્યા છે. શુક્રવારે રાતે ૯ઃ૨૧ મિનિટ પર જ્યારે  અભિનંદન ભારત પરત ફર્યા, ત્યારે તેમના સ્વાગત માટે દેશના તમામ લોકો હાજર રહ્યા. ટીમ ઇન્ડિયાએ પણ હીરોને સલામી આપી, ટીમ ઇન્ડિયાની એક જર્સી જેના પર વિંગ કમાન્ડર અભિનંદનનુ નામ લખ્યુ અને જર્સીનો નંબર ૧ છે.

ગઇકાલે શુક્રવારે જ  ટીમ ઇન્ડિયાની નવી જર્સી લોન્ચ થઇ. આ જર્સી પહેરીને ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ રમશે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાએ અભિનંદનના નામની જર્સી પહેરી, આ જર્સીના નંબર પણ ૧ આપવામાં આવ્યો છે એટલે કે ખિલાડીઓની ઉપર તેને પ્રાથમિકતા આપવામાં આવી છે. હવે ટીમ ઇન્ડિયાના કોઇ પણ ખિલાડીને નંબર ૧ની જસ્રી નહી આપવામાં આવે, કેમકે તે હવે અભિનંદનના નામ પર છે.

બીજી તરફ ટીમ  ઇન્ડિયાના કેપ્ટન વિરાટ  કોહલીએ અભિનંદન વતન પરત આવવાની ખુશીમાં એક ફોટો શૅર કરતા કેપ્શન લખ્યુ કે, ’અમે માથું  ઝુકાવીને  સલામ  કરીએ છીએ, જય હિંદ’ વિરાટ કોહલી સિવાય રોહિત શર્મા, અંજિક્ય રહાણે,  પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર  સહેવાગે પણ સોશ્યલ મીડિયા પર અભિનંદનને સલામી  આપી હતી

એ યાદ રહે કે  પુલવામાં આંતકી હુમલા પછી ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની ટી-૨૦ સીરિઝ દરમિયાન ટીમ ઇન્ડિયાએ શહીદોને શ્રદ્ઘાજલિ આપી હતી. ટીમ ઇન્ડિયાએ કાળી પટ્ટી પહેરીને મેચ રમી અને ૨ મિનિટ સુધી મૌન રાખ્યુ.

Previous articleશોએબ મલિકે વિરાટ કોહલી પર ટ્‌વીટ કરીને લંબાવ્યો મિત્રતાનો હાથ
Next articleશારાપોવાએ ખભાની શસ્ત્રક્રિયા કરાવીઃ માયામી ઓપનમાં નહીં રમે