મારિયા શારાપોવાએ તેના ખભાની નાની શસ્ત્રક્રિયા કરાવી છે જે કારણે પોતે આવતા મહિને ફ્લોરિડામાં રમાનારી માયામી ઓપન ટેનિસ સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે, એમ જણાવ્યું હતું.
શારાપોવા ચાર અઠવાડિયા પૂર્વે સેન્ટ પીટર્સબર્ગ ટ્રોફી સ્પર્ધા પછી રમી નથી કે જ્યારે તેણે પોતાની બીજા રાઉન્ડની મેચમાંથી ખસી જવાની ફરજ પડી હતી.શારાપોવાએ કહ્યું હતું કે થોડા જુદા જુદા રાષ્ટ્રમાંથી વિવિધ અભિપ્રાય મેળવ્યા પછી તેણે નજીવી શસ્ત્રક્રિયા કરાવી હતી જેની સારવારમાં તેણે ચાર સપ્તાહનો સમય લાગશે.