હવે રાજ્યમાં ક્રાઇમનો રેશિયો એટલી હદે વધ્યો છે, કે સામાન્ય જનતા જ નહીં, પરંતુ હવે તો ધારાસભ્યો અને મંત્રીઓ પણ સુરક્ષિત નથી. હાલ અમદાવાદમાંથી એક એવા અહેવાલ મળી રહ્યા છે કે જમાલપુરના એમએલએ ઇમરાન ખેડાવાલા પર હુમલો થયો છે. આ મામલે ઈમરાન ખેડાવાલાએ ફારૂક સામે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં ઇમરાના ખેડાવાલાએ ફારૂક રોલવાળા નામના વ્યક્તિ સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. પોલીસે આઇપીસી ૩૨૩, ૫૦૬(૧), ૫૦૭, ૨૯૪ (ખ), ૫૦૦ની કલમ મુજબ આરોપીની સામે કલમો લગાવીને ફરિયાદ નોંધી છે.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, જમાલપુરના ધારા-સભ્ય ઇમરાન ખેડાવાલાને શુક્રવારે સાંજે ફારૂક રોલવાળાએ અભદ્ર ગાળો ભાંડી હતી, અને ત્યારબાદ તેમના પર હુમલો કર્યો હતો. જમાલપુરમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા મિત્રો સાથે બેઠા હતા ત્યારે આ ઘટના બની હતી.