વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું બેબાક નિવેદનો આપવા માટે ઉત્સાહી રહે છે. તેઓ અવારનવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં ભારત-પાકની તણાવભરી સ્થિતિ વિશે પણ તેમને પોતાનું મંતવ્ય આપ્યુ છે.
વાઘોડિયાના બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વિંગ કમાન્ડર અભિનંદનનાં ભારત પરત આવતા અભિનંદનને અભિનંદન આપીયા સાથે જ તેમણે પાકિસ્તાની નાપાક હરકતો કહ્યું કે ઁછદ્ભ આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને આતંકવાદી છાશવારે ભારત પર હુમલો કરે છે. પુલવામાં જે પ્રમાણે ૪૪ જેટલા જવાનો પર આતંકવાદીએ હુમલો કરતા શહીદ થયા હતા. મારા પિતાજી આર્મીમાં હતા અને તેમને એ સમયે લાહોરની ધરતી પર જંગ જીતિયા હતા.
આ બાહુબલી નેતાએ એવું પણ કહ્યું કે,’મારી સરકારને અપીલ છે કે મને આત્મઘાતી બનાવી શસ્ત્રો સાથે પાકિસ્તાન મોકલી દે હું જવા માટે તૈયાર છું. આપણા ૪૪ જવાન શહીદ થયા તો હું ૫૦૦ આતંકવાદીને મોતને ઘાટ ઉતારીશ, હું પણ પાકિસ્તાન જવા તૈયાર છું અને મારી સાથે મારા કાર્યકર્તાઓ પણ આત્મઘતી બનાવ તૈયાર છે’