જમ્મુ-કાશ્મીરમાં અરવલ્લીનો જવાન શહિદ : ગામ હિબકે ચઢ્યુ

1051

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ માહોલ વચ્ચે બન્ને દેશોની સરહદે સ્થિતિ વણસેલી છે. ત્યારે અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામના આર્મીમાં ફરજ બજાવતા ખુશાલસિંહ કટારા લેહમાં શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન ખુશાલસિંહ બરફ વર્ષા અને ભૂસ્ખલનના કારણે હિમશીલા પડતા તેની નીચે દટાયા હતા. તેમની સાથે ફરજ બજાવતા જવાનોએ ખુશાલસિંહ કટારાને બરફના થર નીચેથી બહાર કાઢ્યા હતા.

આ ઘટના બાદ આર્મીની હોસ્પિટલમાં ખુશાલસિંહને સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા આખરે તેઓ જીંદગી સામેનો જંગ હારી ગયા હતા, અને તેમનું મોત નિપજ્યું હતું. તેમના મૃત્યુથી પરિવારજનો અને જીલ્લામાં ભારે ગમગીની છવાઈ હતી. આજે તેમનો નશ્વરદેહ વતન ઝરડાં ખાતે લવાશે.

આ ઘટનાની જાણ પરિવાર -જનોને કરતા તાબડતોડ પહોંચી શહીદ જવાનના નશ્વર દેહને લેવા પહોંચ્યા હતા. ફોજી જવાનના આકસ્મિક મોતથી સમગ્ર પંથક અને અરવલ્લી જીલ્લામાં ભારે ગમગીની છવાઈ હતી અને આખું ગામ હિબકે ચઢ્યું હતું. ભારતીય લશ્કરમાં ફરજ બજાવતા ખુશાલસિંહ ઠાકોરના આકસ્મિક મોતથી ૪ અને ૨ વર્ષીય સંતાને પિતૃછાયા ગુમાવતા અને તેમના પત્ની ભારતીબેને આધાર ગુમાવતા ભારે આઘાતમાં સરી પડ્‌યા હતા.

Previous article‘મને આત્મઘાતી બોમ્બ બનાવો હું પાકિસ્તાનમાં ઘૂસી ૫૦૦ આતંકીને મોતને ઘાટ ઉતારીશ’
Next articleહાઈએલર્ટ વચ્ચે ગુજરાતમાં હથિયારો સાથે એક જ દિવસમાં ૫ લોકો ઝડપાયા