સ્થાનિક યુવાનોને નોકરી નહી મળે તો પીપાવાવ પોર્ટને તાળાબંધી કરવાની બાબુભાઈ રામની ચીમકી

747
guj25122017-4.jpg

રાજુલા તાલુકાના મહાકાય પીપાવાવ પોર્ટમાં સ્થાનીક યુવાનોને નિયમ મુજબ નોકરી નહી મળે તો પોર્ટને તાળાબંધી કરવાનો કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ રામના પડકારથી પોર્ટના અધિકારીઓમાં ખળભળાટ મચેલ છે. એચઆરડીપાર્ટમેન્ટમાં ભરતી બાબતે પોર્ટના પેધી ગયેલ અધિકારીઓ દ્વારા લાંચ મંગાતી હોવાના પુરાવા સાથે આક્ષેપથી દોડધામ થયેલ છે. રાજુલા ધારાસભ્ય અંબરીષભાઈ ડેરને વિજય બનાવવામાં જેનો સિંહફાળો તેવા કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ રામ દ્વારા બનાવવામાં જેનો સિંહફાળો તેવા કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ રામ દ્વારા પીપાવાવમાં સરકારી નિયમ જે તે કંપની જે તે વિસ્તારમાં કાર્યરત થાય તે કંપનીને ૮૫ ટકા સ્થાનિક લાયકાત ધરાવતા બે રોજગાર યુવાનોને મરજીયાત નહી પણ ફરજીયાતના નિયમનો ઉલાળીયો કરી ૨૦ ટકા નથી લેવાતા તે બાબત આજે બાબુભાઈ રામે હુંકાર કર્યો છે કે સ્થાનીક યુવાનોને નોકરીએ નહી રાખવામાં આવે તો પોર્ટને તાળાબંધી તો શુ અહીથી કાઢી મુકવાની પણ અમારી તૈયારીઓ છે વારંમવાર આ બાબતે પોર્ટને રાજુઆતોના ઉતાવળીયા ભાજપના ઈશારે કરતા આવ્યા છે પણ હવે તેની ખેર નથી રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાના લાયકાત ધરાવતા યુવાનોને નોકરીએ લીગલી નહી રાખવમાં તો ત્રણ તાલુકાના યુવાનો તેમજ કોઠા વિસ્તારના યુવાનો મળી પ્રથમ ગાંધી ચીંધ્યા માર્ગેથી લઈ પોર્ટના અધિકારીઓ યુવાનોને ન્યાય નહી આપે તો ઉગ્ર આંદોલન કરી પોર્ટને તાળાબંધી કરાશે તેમા વધુ એક ઘટસ્ફોટ થયો છે. પોર્ટના એચઆર ડિપાર્ટમેન્ટમાં યુવાનોને ભરતી બાબતે લાંચ લેવામાં આવે છે તે વાતથી તો સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ ત્રીજીવાત કરતા બાબુભાઈ રામના નિવેદનમાં કહ્યું કે અહી ખાનગી કંપની જે ઉત્સવો લોજીસ્ટિક કંપનીના ૧૦૦ જેટલા કન્ટનરો પણ ગેરકાયદે ચાલતા હોવાની ફરિયાદો ઉઠી છે જે આ કન્ટેનરો આરટીઓના નિયમની એસીતૈસી કરી કોના ઈશારે ચાલી રહ્યા છે તેની કાયદેસર તપાસ કરી આરટીઓ વિભાગે કાયદેસર કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે. 
ચોથી વાત બાબુભાઈ રામે કહ્યું કે ૩૦ વર્ષથી આ પોર્ટ કાર્યરત થયુ છે. સ્થાનીક યુવાનો કેટલા નોકરીએ લીધા છે તે આંકોડ આપે નહીતર તાળાબંધી અનીવાર્ય બનશે.

Previous articleરાજુલા બાર કાઉન્સીલના હોદ્દેદારોની બિનહરીફ વરણી
Next articleવિકટર ખાતે GHCLન્ કંપની દ્વારા શરત ભંગ રજુઆતો અનેક કાર્યવાહી ક્યારે ?