આંતકી હુમલાના પગલે ગુજરાત સહિત દેશભરમાં હાઈએલર્ટ છે. ત્યારે એક જ દિવસમાં ગુજરાતના બે સ્થળ પરથી ૧૨ પિસ્તોલ સાથે ૫ લોકો ઝડપાયા હતા.
કલોલની ઓળા ચોકડી પાસે એલસીબીએ ૪ને પકડ્યાઃ કલોલ તાલુકાની ઓળા ચોકડીથી ગેરકાયદેસર હથિયારો સાથે ચાર શખ્સોને ગાંધીનગર એલસીબીએ ઝડપી લીધા છે. એલસીબીએ આરોપીઓ પાસેથી પિસ્તોલ, છરો, ઈકો ગાડી, ચાર મોબાઈલ મળી ૨.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બિહારથી ૬૦ હજારમાં પિસતોલ લાવ્યા હતાઃ પિસ્તોલ અંગે પૂછવામા આવતા તેમણે જણાવ્યુ હતુ કે બે માસ પહેલાં મહેન્દ્રએ બિહારના ખગડીયામાં રહેતાં તેના મિત્ર રૂપેશ રાજનો સંપર્ક કરાવતા ગૌતમ અને નીતિન બંને બિહાર જઈને ૬૦ હજાર રૂપિયામાં પિસ્તોલ લઈ આવ્યા હતા.
રાજકોટમાં પોલીસે ૩૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યોઃ ગેરકાયદે હથિયાર સપ્લાય કરતાં મધ્યપ્રદેશના એક શખ્સની રાજકોટ પોલીસે કુવાડવા હાઈવે પરથી ધરપકડ કરી છે. પોલીસને આરોપી પાસેથી ૧૧ હથિયાર અને ૩૦ જીવતા કારતુસ મળી આવ્યા હતા. જે હાલ પોલીસે કબ્જે કરી આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.