કચ્છ, સુરેન્દ્રનગર અને બોટાદમાં ભૂકંપના આંચકા, કચ્છમાં ૩ની તીવ્રતા

1250

શુક્રવારે વલસાડ જિલ્લામાં ભૂકંપના આંચકા આવ્યા બાદ શનિવારે કચ્છ અને ઝાલાવાડ વિસ્તારમાં બપોર સુધીમાં ભૂકંપની ત્રણ આંચકા અનુભવાયા હતા.

મળતી માહિતી પ્રમાણે કચ્છ, સુરેન્દ્રનગર અને બોટાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છમાં ત્રણની તીવ્રતા, સુરેન્દ્રનગરમાં ૨.૧ની તીવ્રતા, બોટાદમાં ૧.૯ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારના સમયે આવેલા ભૂકંપના આંચકના પગલે ધરતી ધણધણી ઉઠી હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભયના પગલે લોકો ઘરોમાંથી બહાર નીકળ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સિસ્મોગ્રાફી વિભાગે આપેલી માહિતી પ્રમાણે ૩ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાના ઉમરગામ, વાપી, પારડી સહિત વલસાડ શહેરના લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. આ ઉપરાંત સંઘ પ્રદેશ દમણમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભાવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

સુત્રોના જણાવ્યા પ્રમાણે સિસ્મોગ્રાફી યંત્ર ઉપર ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત સવારે ૧૧.૧૪ કલાકે ભૂકંપનો બીજો આંચકો અનુભવાયો હતો.

વલસાડ જિલ્લામાં ભૂકંપના આંચકા આવ્યા હોવાની માહિતી મળી રહી છે. સવારના સમયે આવેલા ભૂકંપના આંચકના પગલે ધરતી ધણધણી ઉઠી હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભયના પગલે લોકો ઘરોમાંથી બહાર નીકળ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સિસ્મોગ્રાફી વિભાગે આપેલી માહિતી પ્રમાણે ૩.૧ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

માહિતી પ્રમાણે વલસાડ જિલ્લાના ઉમરગામ, વાપી, પારડી સહિત વલસાડ શહેરના લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. આ ઉપરાંત સંઘ પ્રદેશ દમણમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભાવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે સિસ્મોગ્રાફી યંત્ર ઉપર ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત સવારે ૧૧.૧૪ કલાકે ભૂકંપનો બીજો આંચકો અનુભવાયો હતો.

Previous articleહાઈએલર્ટ વચ્ચે ગુજરાતમાં હથિયારો સાથે એક જ દિવસમાં ૫ લોકો ઝડપાયા
Next article૫ીએમની હાજરીના પ્રોગ્રામમાં નિતીન પટેલનું આમંત્રણ પત્રિકામાંથી વધુ એક વાર નામ કપાયું