વિકટર ખાતે GHCLન્ કંપની દ્વારા શરત ભંગ રજુઆતો અનેક કાર્યવાહી ક્યારે ?

740
guj25122017-5.jpg

રાજુલા તાલુકાના વિકટર ગામે આવેલ જીએચસીએલ નામક મીઠુ ઉત્પાદન કરતી કંપની આજે પણ પોતાની મન માની કરીને કરોડો રૂપીયાનું ઉત્પાદન મેળવી રહી છે. કંપની દ્વારા સરકારના તમામ નીતી નિયમોને નેવે મુકીને ખુલ્લે આમ શરતભંગ કરવામાં આવિ રહી છે ત્યારે જાગૃત નાગરીક દ્વારા કલેકટરને પત્ર પાઠવીને ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે.
પત્રમાં જણાવ્યું કે ગુજરાત હેવી કેમીકલ્સ નામની મીઠુ પકાવતી પ્રાઈવેટ લિમીટેડ કંપની છે તે કંપની ૧૯૬૦ની સાલથી આસપાસ આવેલા ગામો જેવા કે વિકટર, પીપાવાવ, કથીવદર, ભેરાઈ, ચાંચ, ખેરા પટવા સહિતના ગામોમાંથી ઉત્પાદન મેળવે છે ત્યારે સરકાર દ્વારા આ તમામ ગામની જમીન કંપનીને સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તેવા હેતુથી લિઝ પર ફાળવવામાં આવી હતી. પરંતુ અહી વહે છે ઉલ્ટી ગંગા કંપની આવતા અહિના મજદુર વર્ગની હાલત થઈ છે કફોડી અહિ કંપની દ્વારા આજદિન સુધી કોઈ પણ પરીવારને રોજગારી આપવામાં આવી નથી અને કંપની મેન્યુઅલ જગ્યાએ મોટા મોટા યાત્રીક સાધનોથી લાખોટન ઉત્પાદન મેળવી રહિ છે આ અંગે પણ અનેક રજુઆતો કરવામાં આવી હોવા છતા તંત્ર કોઈ પણ જાતની તપાસ કરાઈ નથી કે શરત ભંગ અંગે કેસ દાખલ કરેલ નથી. આખરે સરકારી તંત્ર પણ શુ કામ યોગ્ય કાર્યવાહી કરતુ નથી તેની સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. સરકારી તંત્રની કાર્યવાહીમાં વિલંબ પાછળ જવાબદાર કોણ કંપની ઉપર કોઈ રાજકીય આગેવાનના ચાર હાથ કે પછી અધિકારીઓને રાજી કરાય છે આવા અનેક સવાલો સ્તાનિકોમાં ઉઠવા પામ્યા છે. 
તેમજ ૧૯૯૬થી ૨૦૦૦ની સાલ આસપાસ કથીવદર તેમજ મજાદરની સરકારી જમીન પર આયોડીન યુક્ત મીઠાની થેલીઓ બનાવવાના પ્રોજેકટ માટે માંગણી કરેલ જમીન પર આજદિન સુધી માત્રને માત્ર સ્ટોરેજ માટે જ ઉપયોગ લેવામાં આવે છે અને કોઈ પણ જાતનો પ્લાન્ટ બનાવવામાં  આવ્યો નથી અને હાલમાં અહિ પડતર જમીનમાં કંપની દ્વારા વે બ્રિજ જેવુ કાંઈક બનાવવામાં આવી રહ્યુ છે. તે જવાબદાર તંત્ર દ્વારા તત્કાલીન ધોરણે બંધ કરાવવામાં આવે અને શરત ભંગ દાખલ કરવામાં આવે આ અગે જો યોગ્ય કરવામાં નહિ આવે તો ના છુટકે તમામ ગ્રામજનો સાથે રાખીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે તેમજ ન્યાય તંત્રે કોર્ટમાં રીટ પણ દાખલ કરશું તેવુ અંતમાં જણાવ્યુ હતું આ સમગ્ર પ્રકરણ અંગે લાઈન નેચર ફાઉન્ડેશન દ્વારા ઉચ્ચ રજુઆત કરાઈ છે.

Previous articleસ્થાનિક યુવાનોને નોકરી નહી મળે તો પીપાવાવ પોર્ટને તાળાબંધી કરવાની બાબુભાઈ રામની ચીમકી
Next articleહીરાઉદ્યોગકારો માટે કૌશલ્ય વર્ધક તાલીમ કાર્યશાળાઓનું આયોજન કરાશે