જમ્મુ-કાશ્મીરના કટ્ટરપંથી સંગઠન જમાતે ઈસ્લામી પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના નેતા મહેબુબા મુફતીએ વાંધો ઉઠાવીને દેખાવ કર્યા છે. જેના કારણે મહેબુબા મુફતીની સામે પણ પ્રશ્નો ઉઠવા લાગી ગયા છે. મહેબુબાએ જે રીતે કટ્ટરપંથીઓનો સાથ આપ્યો છે તેનાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. પીડીપીના કાર્યકરોની સાથે મળીને મહેબુબા મુફતીએ શ્રીનગરમાં કેન્દ્ર સરકારની સામે વિરોધ પ્રદર્શન કર્યા છે. મહેબુબા મુફતીએ ટ્વીટ કરીને કહ્યું છે કે લોકતંત્ર વિચારોના સંઘર્ષ તરીકે હોય છે. આવી સ્થિતિમાં જમાતે ઈસ્લામી પર પ્રતિબંધ લગાવીને અયોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરના રાજકીય મુદ્દાથી અલગ હટીને કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દબાણ પૂર્વક કાર્યવાહી કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે જમાતે ઈસ્લામની પ્રક્રિયાથી ભારત સરકાર વધારે પરેશાન નથી. કાશ્મીરીઓ માટે સમાજ સેવાના કામ કરનાર સંગઠન ઉપર પ્રતિબંધ મુકીને કેન્દ્ર સરકારે અયોગ્ય વર્તન દર્શાવ્યું છે. હવે ભાજપ સરકાર વિરોધીઓ સામે પગલાં લઈ રહી છે. કેન્દ્ર સરકારે ગુરૂવારના દિવસે જ આતંકવાદી કાયદાઓ હેઠળ જમાતે ઈસ્લામી પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મુકી દીધો હતો. ત્રાસવાદી સંગઠનો સાથે તેના સંબંધ હોવાના આક્ષેપ કરાયા હતા. રાજ્યમાં અલગતાવાદી આંદોલન તીવ્ર બનવાના સંકેત દેખાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં આ સંગઠન પર પ્રતિબંધ લાગુ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. જમાતે ઈસ્લામી એક ઈસ્લામીક રાજકીય પાર્ટી છે. તેનીી સ્થાપના ૧૯૪૧માં ઈસ્લામિક વિચારધારા ધરાવનાર મૌલાના અબુલાલા દ્વારા કરવામાં આવી હતી. ઈસ્લામિક સંસ્થા અને શાસન સ્થાપિત કરવાના હેતુસર તેની રચના કરવામાં આવી હતી. જમાતે ઈસ્લામીના ત્રણ મુખ્ય હિસ્સા છે. જેના જુદા જુદા હિસ્સા જુદા જુદા કાર્યોમાં જોડાયેલા છે. જમાતે ઈસ્લામી હિંદને બાદ કરતા અન્ય બે સંગઠન આતંકવાદી ગતિવિધિમાં સામેલ રહ્યા છે. મહેબુબા મુફતી વિતેલા વર્ષોમાં પણ તેમના વર્તનને કારણે ચર્ચામાં રહ્યા છે. હવે ભારત સરકાર દ્વારા જે સંગઠન ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તે સંગઠનની તરફેણ કરીને નવી ચર્ચા જગાવી છે. મહેબુબા મુફતી આવનાર સમયમાં લોકોની નારાજગીનો સામનો કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. આજે વિરોધ પ્રદર્શન કરીને મહેબુબાએ સાબિતી આપી હતી કે કટ્ટરપંથીઓને મદદ કરનાર લોકો જમ્મુ-કાશ્મીરમાં રહેલા છે. મહેબુબા મુફતીએ શિવસેના, રાજકીય સ્વયં સેવક સંઘ જેવા સંગઠનો સામે આજે દેખાવ દરમિયાન પ્રશ્નો ઉઠાવ્યા હતા. મહેબુબા મુફતીની સામે સંઘના લોકોએ વાંધો ઉઠાવ્યો છે.