ભાવનગર યુનિવર્સિટીના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ.નો ૩૧મો શૈક્ષણિક ઈનામ વિતરણ સમારંભ તથા વીશિષ્ટ પ્રતિભા સન્માન સમારોહ યુનિવર્સિટી કોર્ટ હોલ (જુનો), ખાતે યોજાયો. સમારંભના અધ્યક્ષ તરીકે ડો. ગિરિશ એસ. પટેલ – કા. કુલપતિ અતિથિવ શિેષ તરીકે ડો. કૌશિક એલ. ભટ્ટ – કુલસચિવ, મુખ્યમ હેમાનો તરીકે પ્રા. (ડો.) મહેન્દ્રસિંહ ટી. પરમાર, અધ્યક્ષ – ગુજરાત ભાષા સાહિત્ય ભવન, ડો. દેવલ એ. વાઘેલા – ડેન્ટલ સર્જન, નિર્મલ ડેન્ટલ કેર, ડો. ધૃતિ જે. વ્યાસ – મેડિકલ ઓફિસર મંડળીના પ્રમુખ ડો. પી.એ. ગોહિલ અને માનદ મંત્રી મિલનસિંહ એલ. પરમાર મંચસ્ત મહેમાનો તરીકે હાજર રહેલ. આ કાર્યક્રમમાં સભાસદો, સભાસદોના પરિવ્રજનો તથા વિદ્યાર્થીઓ એમ મળી કુલ ૩૦૦થી વધારુ સંખ્યામાં હાજર રહેલ. મહેમાનોનો પરિચય અને મહેમાનો દ્વારા તેમના વિચારો સાથે બાળકોને પ્રેરણા મળી રહે તે માટેની પ્રસંગોચિત વાતો રજુ કરી. ત્યાર બાદ માનદમંત્રી મંડળીના દાન અપનાર દાતાઓનું વીશેષ સનમાન કીટ-બુકે-ખાદીના રૂમાલ સાથે કરવામાં આવ્યું. બાલમંદિરથી લઈ ધોરણ -૧ થી ૧ર, ડિપ્લોમાં, સ્નાતક, અનુસ્નાતક કક્ષા, પી.એચ.ડી. અભ્યાસક્રમો તથા વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ પ્રતિભાઓના કુલ રર૭ ઈનામો આપવામાં આવેલ. મંડળીના કારોબારી પ્રમુખ ડો. પી.એ. ગોહિલે આભાર વિધિ કરી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. ઓમ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. કાૃયક્રમની સાથે સાથે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ દરેક સભાસદોને ૧૦ નંગ ચોપડાનું પણ વિતરણ વિનામુલ્યે મંડળી દ્વારા કરવામાં આવ્યું હતું.