જાળવણીનાં અભાવે ખંઢેર બનતો દામનગર શહેરનો આરામગૃહ

666
guj25122017-1.jpg

દામનગર શહેર માં આવેલ આરામ ગૃહ દેખરેખ અને સફાઈ ના અભાવે દુર્દશા પાંચ વિધા કરતા વધુ જમીન પર કુદરતી પ્રકૃતિ વન્યસંપદા ધરાવતા આરામ ગૃહ હરામ ગૃહ રૂમ ઓસરી માં બિન જરૂરી વનસ્પતિ અને પીપળા ઓ ઊગી નીકળી ચારેકોર ભયંકર ગંદકી નો ઉપદ્રવ દરવાજા ખુલ્લા કોઈ દેખરેખ નહિ કોઈ સાફસફાઈ નહિ હેરિટેઝ માં સમાવી શકાય તેવી ભવ્ય મિલ્કત ની બેદરકારી ના કારણે અવદશા અમરેલી જિલ્લા પંચાયત હસ્તક ના આરામ ગૃહ માં સરકારી મહેમાન તંત્ર ને આરામ ફરમાવવા ની જગ્યા અતિથિ દેવો ભવ ની આટલી હદે અવદશા કેમ ? જિલ્લા પંચાયત કચેરી અમરેલી ના તંત્ર દ્વારા આ અંગે સાફસફાઈ દેખરેખ કરાય તે જરૂરી છે એક સમયે સરકારી તંત્ર ની અવરજવર થી ધમધમતા આરામગૃહ દામનગર શહેર ના રેલવે સ્ટેશન રોડ પર અતિ સુંદર લોકેશન ધરાવતું સંકુલ છે પણ કોઈ દેખરેખ કે સાફસફાઈ વગર ભારે ઉપદ્રવી બનતા તંત્ર એ યોગ્ય દરકાર નહિ લે તો ભારે મોટી મિલ્કત મેદાન માં ફેરવાય જશે દામનગર શહેર માં અતિ સુંદર મિલ્કત માની એક સરકારી આરામગૃહ ની જતન જાળવણી જિલ્લા પંચાયત કચેરી ને આભારી છે ત્યારે જિલ્લા પંચાયત તંત્ર ધ્યાન આપે તે જરૂરી છે. 

Previous articleહીરાઉદ્યોગકારો માટે કૌશલ્ય વર્ધક તાલીમ કાર્યશાળાઓનું આયોજન કરાશે
Next articleદેશના ભાવિ પર કોણ થઈ રહ્યું છે હાવી ?