જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવના માર્ગદર્શન અનુસાર ધંધુકા અને ધોલેરા તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા ધંધુકા ખાતે બન્ને તાલુકા આશાબહેનોનું સન્માન સંમેલન રાખવામાં આવેલ. આ સંમેલનમાં પ્રમુખ સ્થાને દિગ્પાલસિંહ ચુડાસમા તથા અતિથિ વિશેષ તરીકે ધોલેરા તાલુકા એપીએમસી ચેરમેન અનિરૂદ્ધસિંહ ચુડાસમા, ધંધુકા તાલુકા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ સોલંકી, ચંદ્રસિંહ ચુડાસમા, ધંધુકા તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિનેશ પટેલ, મેડીકલ ઓફિસર ડો. રાકેશ ભાવસાર, ડો. સિરાજ દેસાઈ, ડો. રીયાઝ ઝુલાયા, ડો. યોગેન્દ્રસિંહ રાઠોડ, આરોગ્ય વિભાગના કર્મચારી તથા આશાબહેનો હાજર રહ્યા હતાં. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિનેશ પટેલ જણાવ્યું કે આરોગ્યની સુવિધા તાલુકાના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે આરોગ્ય વિભાગ સતત કાર્યશીલ છે. જેમાં આશા બહેનોનો ફાળો સવિશેષ છે. આરોગ્ય સેવાઓને ગ્રામીણ સમુદાય સુધી પહોંચાડવામાં આશા બહેનોની ભુમિકા સેતરૂપ રહેલી છે. આ સંમેલનમાં આશા બહેનોની કામગીરીની પદાધિકારીઓ દ્વારા પ્રસંશા કરવામાં આવેલ. ધંધુકા તાલુકા ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ધોલેરા તાલુકા ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્, તથા ધંધુકા શહેરી વિસ્તારમાં સારી કામગીરી કરનાર કુલ ૭ આશા બહેનોને પદાધિકારીઓના હસ્તે સન્માનપત્ર અને ઈનામ આપીને તેમની સેવાને બિરદાવવામાં આવી હતી.