અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકા ની મુંડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાનદિન ની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ એ જાતે પ્રયોગો નિદર્શન, વિજ્ઞાનના સાધનો અને પદાર્થોની ઓળખ તથા ભારત અને વિશ્વના મહાન વૈજ્ઞાનિક ના જીવન વિશેનો પરિચય આપ્યો હતો તો વળી રોબોટ, તારાઓ,ગ્રહો અને સૂર્યો ને વિશે પણ વિદ્યાર્થીઓએ ખૂબ સરસ રજુઆત કરી હતી.અને સાથે રાત્રે આકાશ દર્શન માટે પણ એન્ડ્રોઇડ મોબાઈલ માં પણ એપલીકેશન ડાઉનલોડ કરી ને સરળતાથી આકાશ દર્શન કરી શકાય તેની માહિતી અપાઈ હતી.પ્રજાપતિ જીગરભાઈના માર્ગદર્શન નીચે શાળાના વિદ્યાર્થીઓએ દર વર્ષે આ દિવસ ની નિયમિત ઉજવણી કરતા રહ્યા છે.તેમજ છેલ્લે વિજ્ઞાન કવિઝ નું સરસ આયોજન આચાર્ય શ્રી અજિતભાઈ દ્વારા કરવા આવ્યું તેમાં નિર્ણાયક તરીકે પ્રજાપતિ રસનાબેન નિર્ણય સારી રીતે આપી. તેમજ વિજેતા ટીમ ને ઇનામ તેમજ પ્રમાણ પત્રક વહેંચણી કરવા આવી.