રાજુલા ભાજપ પરિવાર દ્વારા બાઈક રેલીનું થયેલું આયોજન

1039

રાજુલા ખાતે ભાજપ પરિવાર દ્વારા નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશની શાન વિર જવાન અભિનંદનને પાકિસ્તાનમાંથી હેભખેમ પરત ભારત લાવવાબ ાબતે ૩૦૦ યુવાનો દ્વારા બાઈક રેલીનું ભવ્ય આયોજન. રાજુલા ખાતે ભાજપ પરિવાર દ્વારા ૩૦૦ નાના મોટા કાર્યકરોએ માનનીય એવા કે પાકિસ્તાન હવાઈ હુમલો કરી ૩પ૦ આતંકવાદીઓનો ખાતમો તેમજ તેણે કરેલ હવાઈ હુમલાની સાજીશના જવાબમાં તેના વિમાનને તોડી પાડનાર વિર જાંબાઝ વિગ કમાંડર અભિનંદન રાજપુત દેશની રક્ષા કાજ રપ૦૦૦ની ઉંચીએથી પેરાશુટ દ્વારા દુશ્મન દેશની સર જમીન પર પડતા તેની મીલ્ટ્રીના હાથે ઝડપાઈ જતા દુશ્મન દેશની સર જમીન પર ડતા તેની મીલ્ટ્રીના હાથે ઝડપાઈ જતા દુશ્મન દેશના કબ્જામાંથી હેમખેમ પરત ફરતા રાજુલાના ભાજપ પરિવાર દ્વારા ૩૦૦ બાઈક રેલીનું ભવ્યાતિભવ્ય આયોજન જે રાજુલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના જેમ કે શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ, યુવા ભાજપના વનરાજભાઈ વરૂ, સાગરભાઈ સરવૈયા, મહેન્દ્રભાઈ ધાખડા, પરેશભાઈ લાડુમોર, વિરભદ્રભાઈ ડાભીયા, અશ્વિનભાઈ ખુમાણ સહિત શહેર અને તાલુકાના કનુભાઈ ધાખડા ભાજપ મંત્રી વાવેરા, તારા પ્રમુખ જીલુભાઈ બારૈયા, ઉપપ્રમુખ અરજણભાઈ વાઘ, મગનભાઈ સરપંચ પ્રતાપભાઈ બેપારીયા સરપંચ ઉચૈયા, તખુભાઈ ધાખડા સરપંચ ભચાદર તેમજ શહેર અને તાલુકાના તમામ ભાજપ કાર્યકરોની ૩૦૦ ઉપરાંત બાઈક રેલી શહેરના રાજમાર્ગો બેનરો ધ્વજસાથે નારા કે આપડા દેશને મળેલ પ્રથમ વખત આવા વડાપ્રધાનને આગામી લોકસભામાં વડાપ્રધાન પદે બેસાડી ભારત દેશને મહાસતા તરફ લઈ જનારને જ સમર્થનના નારા સાથે બાઈક રેલીનું આજે આયોજન કરવામાં આવેલ.

Previous articleધોલેરાની મુડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી
Next articleદોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી ચીત્રાથી ઝડપાયો