બોરતળાવ પોલીસ સ્ટેશના પો.ઈન્સ કે.એમ.રાવલ અને ડી.સ્ટાફના માણસો કે.યુ.ડોડીયા, હર્ષદભાઈ ગોહેલ, ભીખુભાઈ બુકેરા, હિરેનભાઈ મહેતા, સેજાદભાઈ સૈયદ વિગેરે પો.સ્ટે વિસ્તાર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ભીખુભાઈ બુકેરા અને હિરેનભાઈ મહેતા નાઓને સંયુક્ત બાતમીરાહે હકીકત મળેલ કે, બોરતળાવ પોલીસ સ્ટેશનના સેસન્સ ટ્રાયલ જેવા ગંભીર ગુનાનો છેલ્લા દોઢેક વર્ષ થી નાસતો ફરતો આરોપી કે જેણે શરીરે કાળા કલરનો આખી બાંય નો શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે તે પ્રેસ કવાટર મારુતિ શો રુમ સામે ઉભેલ છે તેવી હકીકત મળતા હકીકત વાળી જગ્યાએ સદર વર્ણનવાળો ઈસમ જાકીરભાઈ ઉર્ફે સાગર હસનભાઈ ખોખર જાતે સિપાઈ ઉવ. ૨૪ રહે. ગઢેચી વડલા એસ.બી.આઈ બેંક ની બાજુના ખાંચામાં ભાવનગર વાળો મળી આવતા જે છેલ્લા દોઢેક વર્ષ થી ઉપરોક્ત ગુનામાં નાસતો ફરતો હોય જેને પકડી પાડવામાં બોરતળાવ પોલીસ સ્ટાફને સફળતા મળેલ છે.