ભાજપ દ્વારા શહેરમાં વિજય સંકલ્પ રેલી યોજાઈ

765

લોકસભાની ચૂંટણીઓનો શંખનાદ ફુંકાઈ રહ્યો છે ત્યારે ભારતમાતાની સુરક્ષા અને સલામતી માટે ફરી એકવાર મજબુત, સુરક્ષીત અને સલામત રાષ્ટ્રવાદી સરકાર રાષ્ટ્રહિત માટે બને અને ફરી ભારત માતાની આન, બાન, શાનની રક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવા મજબુત અને મક્કમ મનોબળનો માનવી દેશનું શાસન ફરી સંભાળે એવા સંકલ્પ સાથે આજે ભાવનગર મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટી, યુવા મોરચા દ્વારા સવારે ૧૧ કલાકે વિજય સંકલ્પ રેલી અંતર્ગત ભવ્ય બાઈક રેલી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, ભાવનગરના પ્રભારી મહેશભાઈ કસવાલા, શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, મંત્રી વિભાવરીબેન દવે, ગુજરાત પ્રદેશના યુવા મોરચાના અધ્યક્ષ રૂત્વીજભાઈ પટેલ, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, મહેશભાઈ રાવલ, રાજુભાઈ બાંભણીયા, લોકસભા ઈન્ચાર્જ હર્ષદભાઈ દવે, સહ ઈન્ચાર્જ હરૂભાઈ ગોંડલીયા, યુવા મોરચાના પ્રભારી હાર્દિક ડોડીયાની ઉપસ્થિતિમાં શહેરની બન્ને વિધાનસભામાં અલગ-અલગ સ્થાનો પરથી નિકળી હતી અને શહેરના તમામ ૧૩ વોર્ડના મૂખ્ય માર્ગો પર ફરી હતી. જેમાં પક્ષના કાર્યકર્તાઓ ઉપરાંત શુભેચ્છકો, રાષ્ટ્રપ્રેમી નાગરિકો અને સામાજીક આગેવાનો બહોળી સંખ્યામાં  રાષ્ટ્રભક્તિના માહોલમાં જોડાયા હતાં. અને આગામી દિવસોમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્‌૭ીનો કેસરીયો સમગ્ર દેશના સાથે ભાવનગર લોકસભા સીટ પર લેહરાવવા માટે કટીબધ્ધ બન્યા હતાં.

Previous articleતળાજાના શેત્રુંજી પુલ નજીક અકસ્માતમાં બાખલકાના પુર્વ સરપંચનું મોત નિપજયું
Next articleઆઈ.જી. એસ.પી.ની માછીમારો સાથે બેઠક