વિજ્ઞાનનગરીમાં હવે નવું નજરાણું તૈયાર થયુ છે અને તે છે ભારતનું સૌ પ્રથમ મગજની કસરત કરાવતો, જ્ઞાન ગમ્મત આપતો બ્રેઈનજીમ રવિવારે લોકાર્પિત થયુ. આ પ્રસંગે સ્વામીએ બ્રેઈન જીમનો બહોળો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
આપણી સંસ્કૃતિના રખેવાળ એવા પ્રાંસલાના સ્વામી ધર્મબંધુજીના હસ્તે આ ભારતના સૌથી મોટા અને પ્રથમ બ્રેઈનજીનું ઉદ્ઘાટન થયુ તથા આ સમયે સ્વામીજી ‘રાષ્ટ્રીય સુરક્ષા’ ઉપર પોતાના વિચારો ઉપર જાહેર પ્રવચન આપ્યું હતું. વિદ્યાર્થી ગણ શિક્ષણ પ્રેમીઓ તથા પ્રજાજનો તથા શહેરની નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત રહી હતી.
તર્કશક્તિ, આભાસી વસ્તુ અભ્યાસ, એકાગ્રતા, ચપળતા, હોરીજન્ટલ થિકીંગ, થિંકીંગ બિયોન્ડ બોક્સ, ન દેખાતી વસ્તુઓને જોવાની ટેવ, ધ્યાન કેન્દ્રીત કરવાની કળા, આ મ્યુઝિમય દ્વારા શિખવા મળશે. વિશેષમાં આવી પ્રવૃત્તિઓ દ્વારા મગજનો ઉત્તમ વિકાસ થતો રહેશે આ મ્યુઝિયમ દ્વારા મગજની કાર્યક્ષમતામાં વધારો થતા મનને અનેક દિશામાં વિચારવાની ટેવ પડશે. અમેરિકા, કેનેડા તથા ભારતમાં આવેલા આવા નાના નાના કેન્દ્રોની મુલાકાત તથા તજજ્ઞોથી બનેલ આ મગજ કસો અખાડા (બ્રેઈન જીમ)માં નગરજનો તથા વિદ્યાર્થીઓ સોમવારથી દરરોજ સવારે ૯ થી ૧૨ તથા બપોરે ૩ થી ૭ વચ્ચે મગજમારી કરવા પ્રવેશ લઈ શકશે.